SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૭) બે વરખ ચટાડવા, અને ટાઢે પડે એટલે તેના છરીથી કકડા કાપી ખાવામાં લેવા. ૨૯. મગનો હલવો. ૧ શેર મગની છોડાં વગરની દાળ. ૧ શેર ઘી. ૧ રૂ. ભાર એલચી દાણા. ૨ શેર ખાંડ. મગની એક શેર દાળને ઝીણી દળી રાખવી, અને ચૂલા પર તપેલીમાં એક શેર ઘી નાખી, તે તપે એટલે તેમાં એલચીના એક રૂપિયા ભાર દાણા નાખી, તે કકડે એટલે તેમાં ઉપરને લેટ નાખી દેઈ, તબેથાથી હલાવ હલાવ કરી સાર શેકાય એટલે નીચે ઉતારી લેવો. પછી બશેર ખાંડમાં અચર પાણી રેડી તેની ચાસણી કરી, તેમાં ઉપરને લેટ નાખી દેઈ તેને કડછીથી હલાવ હલાવ કરી, ઘટ્ટ થાય એટલે થાળીમાં ઠાલવી લઈ પાતળો થાપ. હલ ઠરી જાય એટલે તેના છરીથી નાના નાના કકડા કાપી તેને કલાઈવાળા ડબામાં ઘાલી રાખવા. ૩૦. મગ અથવા અડદને હલ. ૧ શેર મગની અગર અડદની ૩ શેર દૂધ. છોડાં વગરની દાળ. ૦ શેર ઘી. ના શેર ખાંડ. ૨ રૂ. ભાર એલચીદાણ. ૫ રૂ. ભાર છોલેલાં પસ્તાં. મગની અથવા અડદની એક શેર છોડાં વગરની દાળ સંધ્યાકાળે ત્રણ શેર દૂધમાં પલાળી એક રાત રાખી મૂકવી. બીજે દિવસે તેને કાઢી લઈ તડકામાં સારી પેઠે ખરી સૂકાવા દેવી. પછી ચૂલા પર એક કલાઈવાળી તપેલી મૂકી, તેમાં દાળ નાખી દે ઘણી લાલ ન થાય ત્યાં સુધી શેકી, નીચે ઉતારી લેઈ નિસાપર ઝીણી વાટી કપડછાણ કરવી. પછી ચૂલા પર કલાઈવાળી તપેલી મૂકી For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy