SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) મરી અને ચાર માસા જીરૂં, એને નિસા ઉપર અદકચરાં વાટી, તે ઉપરના પાણીમાં ચાળી દેવાં. ચાર માસા લસણ અને બે માસા મીઠા લિંબડાનાં પાંદડાં જરાક ફૂટી તે પણ તેમાં નાખી દેવાં. પછી ત્રણ રૂપિયા ભાર આમલી પચીસ રૂપિયા ભાર પાણીમાં ચોળી તેમાંનું પાણી ઉપરના સારમાં રેડી દેવું. પછી તેમાં અઢી રૂપિયા ભાર મીઠું નાખી, ચૂલા ઉપર મૂકી એકસરખું હલાવવું, અને એક ઉભરે આવે એટલે તે ઉતારી લેવું. પછી બીજું વાસણ ચૂલા ઉપર મૂકી, તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખી, તે કકડે એટલે તેમાં એક રૂપિયા ભાર અડદની દાળ અને આઠ માસા ફૂટેલું લસણ નાખી, તે લાલ થાય એટલે ચાર માસા રાઈ, ચાર માસ મીઠા લિંબડાનાં પાંદડાં અને એક માસો હિંગ, એટલી જણસ નાખી કડછીથી હલાવી, વઘાર ખરો થાય એટલે તેમાં ઉપરનો સાર રેડી દે; અને એક ઉભરો આવે એટલે તેમાં આઠ માસા કોથમીર નાખી વાસણ નીચે ઉતારવું. ૭. કલીનો સાર, ૧૫ . ભાર કલથી. ૪ માસા સૂકાં મરચાં. ૮ માસા જીરૂં. ૪ માસા જીરૂં. ૪ માસા લસણ. ૨ માસા મીઠા લિંબડાનાં પાંદડાં. ૩ રૂ. ભાર આમલી. રા રૂ. ભાર મીઠું. ૩ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર અડદની દાળ. ૮ માસા લસણ. ૪ માસા રાઈ ૨ માસા જીરૂં. ૪ માસા મીઠા લિંબડાનાં પાંદડાં. ૧ માસ હિંગ. ૮ માસા કોથમીર. સાડાપંદર રૂપિયા ભાર કલથીને શેકી ઝીણી વાટી નાખી તેને લેટ એકસો પચીસ રૂપિયા ભાર પાણીમાં કાલવવો. ચાર માસા સૂકાં મરચાં જરાક શેકી ઝીણાં વાટી ઉપરના પાણીમાં For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy