SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री महावार जन, आराधना करना આમલી, વીસ લીલાં મરચાં અને એક રૂપિયા ભાર મીઠું નાખી, તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરું અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી ચટણી વાટવી. ૩૭. આમલીનાં કુમળાં પાંદડાંની ચટણી'. આમલીનાં બાર રૂપિયા ભાર કુમળાં પાંદડાં લાવવાં. પછી એક વાસણમાં બે રૂપિયા ભાર ઘી અગર તેલ, ત્રણ માસા રાઈ, એક માસ જીરૂં, પાંચ સૂકાં મરચાં અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી ઉપરનાં પાંદડાં તેમાં નાખવાં, અને તે હલાવી તેમાં છ માસા મીઠું નાખી નિસા ઉપર ચટણી વાટવી. ૩૮. નાના માટની ભાજીની ચટણી. બાર રૂપિયા ભાર નાના માટની ભાજી ચોખ્ખી કરી પાંચ વખત ધોવી. પછી એક વાસણમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરૂં, પાંચ સૂકાં મરચાં અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી ઉપરની ભાજી નાખી હલાવી નિસા ઉપર મૂકવી. પછી તેમાં આઠ માસા મીઠું નાખી ચટણી વાટવી. ૩૯. કોકમની ચટણી. છ રૂપિયા ભાર સારાં કેકમ પચાસ વખત ઉના પાણીમાં ધઈ, છ રૂપિયા ભાર ગુલાબજળમાં બે કલાક સૂધી પલાળી રાખવાં. પછી તે નિસા ઉપર મૂકી તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, એક માસો મેથી, મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી રેડે. પછી તેમાં છ માસા મીઠું નાખી ચટણી વાટવી. ૧ પુત્રી ર ટ (માતા). ૨ મૂત્રાશ ઘટી (મદ્રા). રે મમતુ-ટળા (માસ). ૧૪ For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy