________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકનું નિવેદન
શ્રીમજજૈનાચાર્ય, ” “જૈનધર્મદિવાકર” પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબે રચેલી ટીકા સહિત ૩૨ સૂત્ર માટેનું આ શ્રી
નિરયાવલિકા” નામનું “ઉપાંગ સૂત્ર વાચકવર્ગના હાથમાં મૂકતાં અમને અત્યંત આનંદ થાય છે. '
- પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ. સા. પ્રખર વિદ્વાન છે. તેઓશ્રીનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી પ્રમેદ પામીને કરાંચીના સમસ્ત સ્થાનકવાસી જૈન શ્રીસંઘે તથા તેમના અનુયાયી મુનિવરેએ પૂજ્યશ્રીને “જૈનાચાર્ય” તથા “જૈનધર્મદિવાકર” પદની સાથે માનવંતી “પૂજ્ય પદવી સમર્પણ કરી. તથા પૂજ્યશ્રીએ રચેલી સંસ્કૃત-હિંદી-ગુજરાતી ટીકા સાથેનું શ્રી ઉપાસકદશાંગ સૂત્ર” કરાંચી શ્રીસંઘે છપાવીને બહાર પાડયું. આ ઉપરાંત પૂજ્યશ્રીએ રચેલી સંસ્કૃત ટીકાવાળું “શ્રી દશવૈકાલિક સૂત્ર ભા. ૧ લો લીમડી (જી. પંચમહાલ)ના શ્રી સંઘે છપાવીને બહાર પાડેલ છે. ત્યાર બાદ શ્રી અનુત્તરવવાઈ સૂત્ર શ્રી છે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ–રાજકોટ તરફથી પ્રગટ થયેલ છે. અને તે પછી પ્રસ્તુત નિરયાવલિકા સૂત્ર (જેમાં પાંચ સૂત્રને સમાવેશ છે) બહાર પડે છે. આ રીતે આજ સુધીમાં પૂજ્યશ્રીની રચિત ટીકાઓ સાથેનાં ૩૨ પિકી છા સૂત્રે પ્રગટ થઈ ગયાં છે અને હવે પછી “શ્રી દશવૈકાલિક સૂત્રને બીજે ભાગ (જે છપાઈ રહેલ છે) ટુંક સમયમાં પ્રગટ થશે.
રાજકેટ નિવાસી મહેતા ગુલાબચંદ પાનાચંદે આ પુસ્તક છપાવવા માટે રૂ ૩૦૦૧)ની ઉદાર મદદ સમિતિને આપી છે, તે માટે સમિતિ તેઓશ્રીને આભાર માને છે.
આ ઉપરાંત નીચેના ધર્મશાસ્ત્રના પ્રેમી અને ઉદાર ગૃહસ્થોએ એક-એક સૂત્ર છપાવી આપવાનું વચન આપેલ છે. (૧) દેશી પ્રભુદાસ મૂળજીભાઈ રાજકેટ (૨) વસા છગનલાલ હેમચંદ, જામનગર (૩) સંઘવી પીતાંબરદાસ ગુલાબચંદ,
For Private and Personal Use Only