________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનપ્રભસૂરિ રચિત
નવકારફળ વર્ણન पणमेवि पाय परमेसराण, उसमाइ सयल तित्थेःसाराण। पणमउ पक्खालियपावमलु, जेण निसुणहु जिणनवकारफलु ॥ १॥
શ્રી ઋષભ વગેરે સકલ તીર્થકરોના ચરણને પ્રણામ કરીને અમે પાપમલને પ્રક્ષાલિત કરનાર નવકારનું ફલ કહીએ છીએ. (તમે પણ) પ્રણામ કરો અને જિનનમસ્કારનું ફળ સાંભળો. ૧
नवकार प्रभावि निसुणि मित्त ! जे झायहिं धमह तणियाचिंति । ते दुक्ख न पावहिं अन्नपवि, जहि जाय तहिं सुहु लहहिं जवि ॥२।। - હે મિત્ર ! તું નવકારનો પ્રભાવ સાંભલ. જેઓ ચિત્તમાં સદા () | નવકારૂપી ઘર્મનું ધ્યાન કરે છે, તેઓ અન્ય ભવમાં દુઃખ પામતા નથી, જ્યાં જાય ત્યાં લોકમાં સુખ પામે છે. ૨
For Private And Personal Use Only