________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય
કેટલાક નવા શબ્દો આમેજ કર્યા હોય તેવા, ગુજરાત સરકારે નીમેલ જોડણી સમિતિના નિષ્કર્ષરૂપ જોડણી વ્યવસ્થામાં દર્શાવ્યા મુજબના નિયમોને અનુસરતા પાંચેક કોશ તૈયાર કરવાનું કાર્ય અને ડૉ. મફતલાલ અં. ભાવસારને સોંપેલું. તેઓએ એ કાર્ય સુપેરે પૂર્ણ કરી આપ્યું છે તેનો અમને આનંદ છે.
વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો, પ્રૂફરીડરોને ઉપયોગી થાય તેવા ૧૭-૧૮ હજાર શબ્દોની જોડણી ધરાવતો “નવભારત જોડણીકોશ", માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકબંધુઓને શુદ્ધ જોડણી કરવામાં મદદરૂપ થાય એવો “સરળ જોડણીકોશ' તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવો “ક્ષમતાકેન્દ્રી ગુજરાતીકોશ” એમ ત્રણ ગુજરાતી કોશ અને પ્રકાશિત કર્યા છે.
હવે, અમે તેમના જ દ્વારા સંપાદિત ઘણા નવા શબ્દોનો સંગ્રહ ધરાવતો અને જોડણી સમિતિના નિષ્કર્ષરૂપ જોડણી વ્યવસ્થાના નિયમોને અનુસરતો ગુજરાતી ભાષાનો વિશાળ કોશ પ્રકાશિત કરી રહ્યા છીએ એનો અમને આનંદ છે. એ કાશનું નામ છે : “નવભારત સાથે ગુજરાતી શબ્દકોશ'.
આ કોશ પણ તેમના “પાયાના પર્યાયકોશ'ની જેમ ગુજરાતી કોશસાહિત્યમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી લેશે એવા દૃઢ વિશ્વાસ સાથે વિરમું છું. દિનાંક : ૧-૮-૨૦૦૬
મહેન્દ્રભાઈ શાહ
For Private and Personal Use Only