SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. તત્સમ-તદભવ શબ્દો ૯. ભાષામાં તત્સમ તથા તદ્દભવ બંને રૂપી પ્રચલિત હોય તો બંને સ્વીકારી ઉદા. કઠિન-કઠણ; રાત્રિ-રાત્રી-રાત; દશ-દસ, કાલ-કાળ; નહિ-નહીં; હુબહુ-આબેહૂબ ફર્શ-ફરસ (૨) * (આને નિયમ ન કહેતાં નોંધરૂપ વિધાન કહીએ.). ૧૦. અંતે ઇન, મિનું અને વિનું આવતા હોય એવા તત્સમ સંસ્કૃત શબ્દોનો સમાસ થતાં એમના અંત્ય ઈનો વિકલ્પ છે કે ઈ કરવો. આવા શબ્દો ગુજરાતીમાં દીર્ઘ ઈકારાન્ત લખતા હોવાથી એમને જો દીર્ઘ જ રાખવા હોય તો બન્ને શબ્દો વચ્ચે નાની રેખા કરવી. ઉદા. વિદ્યાર્થી (વિદ્યાર્થિન), વિદ્યાર્થિમંડળ કે વિદ્યાર્થી-મંડળ; મંત્રી; (મંત્રિ), મંત્રિમંડળ કે મંત્રી-મંડળ, શાસ્ત્રી (શાસ્ત્રિનું), શાસ્ત્રિસદન કે શાસ્ત્રી-સદન; સ્વામી (સ્વામિન), સ્વામિનારાયણ કે સ્વામીનારાયણ; પ્રાણી (પ્રાણિનું), પ્રાણિવિદ્યા કે પ્રાણી-વિદ્યા; સ્વામી (સ્વામિન), સ્વામિદ્રોહ કે સ્વામીદ્રોહ વગેરે. અપવાદ : આવા સંસ્કૃત શબ્દોને ભાવવાચક પ્રત્યય : “તા' કે “ત્વ' લગાડતાં ઈ હૃસ્વ રાખવી. ઉદા. ઉપયોગિતા, સ્વામિત્વ, તેજસ્વિતા વગેરે. (૨૨ની નોંધ) ૩. તદભવ શબ્દો (ક) હશ્રુતિ ૧૧. જેમાં ‘હકાર ભળેલો હોય તેવા શબ્દોની જોડણી નીચે પ્રમાણે કરવી ? (૪) બહેન, વહાણું, વહાલું, પહોળું, મહાવત, શહેર મહેરબાન, મહાવર, મહોર જેવા શબ્દોમાં તથા કહે, રહે, પહેર, પહોંચ જેવા ધાતુઓમાં “હ” જુદો પાડીને લખવો. (૮) (૪) નાનું, મોટું, બીક, સામું, ઊનું, મોર(આંબાનો), મોં, મોવું (લોટને), જ્યાં, ત્યાં, ક્યારે, ત્યારે, મારું, તમારું, તારું, તેનું, અમારું, આવું વગેરેમાં હકાર ન દર્શાવવો (એટલે કે “હ” જ્યાં દર્શાવવો ત્યાં જુદો પાડીને દર્શાવવો અને ન દર્શાવવો ત્યાં બિલકુલ ન દર્શાવવો; “હીને આગલા અક્ષર સાથે જોડવો નહીં.) (૯) (T) નાહ, ચાહ, સાહ, મોહ, લોહ, દોહ, સોહ એ ધાતુઓને અનિયમિત ગણી તેમનાં નીચે દર્શાવ્યા પ્રમાણે રૂપો સાબિત કરવાં : - નાહ : નાહું છું ; નાહિયે છિયે; નહાય છે; નાહો છો; નાહ્યો, નાહ્યા, નાહી, નાહ્યું, નાહ્યાં; નાહીશ; નાહીશું; નહાશો, નહાશે; નહાત; નહાતો, નહાતી, નહાતું; નાહનાર; નાહવાનો અથવા નાવાનો; નાહેલો, નાહેલી, નાહેલું; નહા; નહાજે; નાહવું; નવડા(-રા)વવું; નવાવું; નવાય; નાવણ; નાવણિયો; નવેણ; નવાણ. ચાહ : ચાહું છું : ચાહિયે છિયે; ચાહે છે; ચાહો છો; ચાહ્યો, ચાહ્યા, ચાહી, ચાહ્યું, ચાહ્યાં; ચાહીશ; ચાહીશું; ચાહશે; ચાહશો; ચાહત; ચાહતો; ચાહતી; ચાહતું; [૧૧ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy