________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. (૮૨) તુમાં અત્યંત તાપ પડે છે તે વખતે પહાડ (પતિ-ડુંગર) માં રહેલી ધાતુ તાપના જોરથી તપી ગુંદના સરખો જે રસ નિકળે છે તેને શિ. લાજીત કહે છે. તે શિલાજીત ચાર જાતનું થાય છે એટલે સુવર્ણ, રાજત, તામ્ર અને આયસ એ જ જાત છે તેમાં ઔષધ પ્રયોગ (ઉપાય) માં ગ્રહણ કરવા યોગ્ય [ લેવા લાયક ] છે તેનું કથન કરીએ છીએ–જે શિલાજીતમાં ગાયના મૂત્ર સરખી વાસના આવે છે, કાળી, ચીકણી. કોમળ, ભારે, તિક્ત, તુરી અને શીતળ છે તે આયસ જાતની શિલાજીત સર્વથી એક છે. આ શિલાજીત વિંધ્યાચલ પર્વતમાં બહુ થાયછે કારણ તેમાં લેહની ઉત્પત્તી ઘણી છે તેથી અને મળ મળેલા હોય છે માટે શોધન કર્યા સિવાય નકામી ગણાય માટે શોધન કહીએ છીએ. ૭૭-૮૦
જા શિલાજીત શોધન शिलाजतुसुमानीय सूक्ष्मखंडविधायच ॥ निःक्षेण्यात्युष्णपानीये यामैकंस्थापयेत्सुधीः ८१ मर्दयिखाततो नीरं गृहणीयावस्त्रगालितं ॥ स्थापयिखाचमृत्पात्रे धारयेदातपेखरे ॥८॥ उपरिस्थंधनंयत्स्या त्तत्क्षिपदन्यपात्रके ॥ एवंपुनःपुनर्नीतं दिमासाभ्यांशिलाजतु ॥ ८३ भवेत्कार्यक्षमंवन्हौ क्षिप्तलिंगोपमंभवेत् ॥ निर्धमंचततःशुद्धं सर्वकार्येषुयोजयेत्॥८४॥
શિલાજીતના ઝીણું ઝીણું કકડા ( ટકા) કરી ખૂબ ઉન્હા પાણીમાં નાખી એક પહોર સુધી રેહવા દેઈ પછી તે પાણીને મર્દી લુગડાવતે ગળી કાહાડવું. તદનંતર માટીના વાસણમાં ભરી સૂર્યના સખ્ત (આકરા) તાપમાં મૂકી રાખવું, સદરહુ પાણી ઉપર ફીણ વા, મલાઈ જે પદાર્થ આવે તે બીજા વાસણમાં લેઈ લે. એવી જ રીતે વારંવાર બે માસ સુધી કરવાથી શિલાજીત શુદ્ધ થાય છે. પ
શિલાજીત ગાયના દૂધમાં, ત્રિફલા અને ભાંગરાનારસમાં એક એમ દેઈ સકવી લેવાથી પણ શિલાજીત શુદ્ધ થાય છે.
For Private And Personal Use Only