________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રીમુનિसुजतखामि
चरितम्
|| ૨ ||
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાસ્તાવિક
આચાર્ય શ્રીવિનયચન્દ્રસૂરિજી વિરચિત શ્રીમુનિસુવ્રતચરિત-સંસ્કૃત કાવ્યગ્રન્થ વિદ્વાન વાંચકોના કરકમલમાં સાદર કરતાં અતીવ આનન્દાનુભવ થાય છે.
કથા સાહિત્ય એ એક એવો આરો છે કે-જેને કાંડે બેસીને, ધર્મ, નીતિ દેશ કે એવા બીજા કોઈ પણ ભેદ વિના સમસ્ત માનવજાત આનાં ઉપદેશ–સંસ્કારરૂપ શીતલ વારિને નિરાંતે આરોગી શકે છે. સામાન્ય પ્રજા મુખ્યતયા એવી કુશાગ્રમતિવાલી હોતી નથી કે-જેથી તે વિવિધવિષયક ગ્રન્થોનું અવલોકન-અવગાહન કરી શકે. આવા પ્રાકૃતજનોને માટે તો કથા-સાહિત્ય એજ એક એવી વસ્તુ છે કે જે દ્વારા તેઓ જીવનનો રસ માણી શકે છે અને વ્યવહાર તથા પરમાર્થને હુમજી માનવ-જીવનને કૃતકૃત્ય બનાવી શકે છે. એટલે તો પૂર્વમહર્ષિઓએ અને વિદ્વાનોએ, કથા, ઉપકથા, આખ્યાન, આખ્યાયિકાઓ આદિ વિવિધ પ્રકારો દ્વારા, કથાનુયોગનું સર્જન કર્યું છે. આથી જ જૈનપરંપરાની જેમ વૈદિક, ઔદ્ધ આદિ પરંપરાઓમાં અને ભારતની જેમ ખીજા પણ વિદેશોમાં વિપુલ પ્રમાણમાં કથાનકો ઉપલબ્ધ થાય છે. જ્ઞાનની વિવિધ શાખાઓ-તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, ખગોલ, ભૂગોલ, આયુર્વેદ ઈત્યાદિનાં વિવિધ રહસ્યો કથાના માધ્યમ દ્વારા સહેલાઈથી આમ જનતા સુધી પહોંચાડી શકાયાં છે. ત્યાગ, તપ, ધૈર્ય, ક્ષમા, ઋજુતા, અહિંસા, સત્ય, નિઃસ્પૃહતા, ઇન્દ્રિયજય આદિ સદ્ગુણોની પ્રેરણા પણ, એ રીતિએ જનતાને હૃદયંગમ કરાવી શકાઈ છે. કોઇ અનુભવીએ સાચું જ કહ્યું છે કે-થા છહેન વાછાનાં નીતિસ્તવિદ્દ અંતે”
શ્રીજૈન પ્રવચનમાં પણ, ધર્મકથાનુયોગનું વિશિષ્ટ સ્થાન છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગઃ આમ ચાર વિભગમાં શ્રીજૈનપ્રવચન વહેંચાયેલું છે. જેમાં આત્મા, પરમાત્મા, જીવ-અજીવ આદિ તત્ત્વો, કર્મ, વિશ્વસ્વરૂપ વિગેરે વર્ણવવામાં આવ્યાં હોય તે દ્રવ્યાનુયોગ છે. ભૂગોલ, ખગોલ આદિને વર્ણવતું સાહિત્ય ગણિતાનુયોગ ગણાય છે. આચારધર્મનાં નિયમો અને તેને આચરણમાં મૂકવાની પ્રક્રિયાઓના વર્ણનનું નામ ચરણકરણાનુયોગ છે. આ આચારાદિ વિધિવિધાનોનું અનુપાલન કરનાર મહાનુભાવોના, તેમને પ્રાપ્ત લાભો અને વેઠવી પડેલી મુસીબતો આલેખતા ઐતિહાસિક કે કથાત્મક
For Private and Personal Use Only
प्रास्ताविक
॥ ૨ ॥