________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ તે સિવાયના બીજા ઘણા પુસ્તકમાંથી ઘણું જરૂરી વસ્તુઓને સંગ્રહ કર્યો છે.
દરેક ભાઈ-બહેન આ પુસ્તક વાંચા વિચારી સમજી શકશે કે આત્માને કલ્યાણ કરનારી ઘણી વસ્તુઓ ભરેલ છે જેમકે નવસ્મરણ આરાધનાવિધિ, છુટક સ્તોત્ર, દરેક જાતના ક્રિયા વિધિએ દરેક પર્વોના દેવવંદને ઉત્તમોત્તમ સ્તવને પદે ઉપદેશક તેમજ વૈરાગ્યથી તરલ સજઝાયા આપી છે. જેમાં રાત્રિભોજનથી થતુ પાપ માસિકધર્મ ન પાળવાથી થતા ચીકણું કર્મબંધન, સાધુઓએ મંત્રજંત્રનીમીત વગેરે બનાવવાથી જોશો વગેરેથી કેવું અનર્થ થાય છે તે ચંદ્રાવતીની સજઝાય વિગેરે જુવો. બીજા પ્રાણીને ત્રાસ દેવાથી તેના હાથ, પગ, પાંખ છેદવાથી થતો કમબંધ અને કલાવતીને તેનું કટુક ફળ મલ્લું; કુલ વીંધવાથી કેમલ પાંદડા ચુંટવાથી તે કર્મબંધ તેના કડવા વિપાક પરિણામેનું જ્ઞાન થશે. વિવેક મનુષ્ય તે વિચારી તેવા બુરા કમબંધનથી અટકશે. મને ખાત્રી છે કે ભાઈ બહેન આ પુસ્તકને જેમ જેમ વાંચનમાં આગળ વધશે તેમતેમ વધુનેવધુ વાંચનને પ્રેમી બનશે.
મારી આવી શુભ ભાવના આવું પુસ્તક તૈયાર કરી છપાવવાની હતી. તે પુજ્ય ગુરૂદેવે કે જેનું નામ આ પુસ્તક સાથે સંકળાયેલ જોડાએલ છે તેની અમાપ કૃપાથી હું સફલ થઈ છું. તેમ આ કામને સફળ બનાવે તેવા મદદ કરનાર પણ મળી આવ્યા.
સાધી શ્રી મધુકાન્તાશ્રીજીએ આ પુસ્તકમાં દાખલ કરવા યોગ્ય સાહિત્ય એકઠું કરી તેની પ્રેસ કોપી કરી આપી તેમ શ્રીયુત્ નરોત્તમભાઈ પાનાચંદને ઉપદેશ આપી આ કામ માટે ઉત્સાહિત કર્યા અને પ્રેસકામનું કાર્ય પોતાના હાથમાં લીધું.
For Private And Personal Use Only