________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૬
ઢાળ ૭, રાગ - સુમતીનાથ ગુણશું મળી છ એ દેશ. સમવસરણમાં પર્ષદાજી, આવી મળે તેણીવાર; તેહનાં નામજ સાંભળજી, કહીશુ સુગુરૂ આધાર. ગુણવંતા સજજન સાંભળે, પ્રભુ મુખ વાણ, ગુ. ૧ ગાતમ આદે મુનીવરાજી, દેવી વૈમાનીક સાર; સાધવી પુરવારમાંજી, પેસતી હરખ અપાર. ગુ0 ૨ ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીજી, વાંદે શ્રી વર્ધમાન, અગ્નિ ખુણે આવીને, બેસે થઈ સાવધાન. ગુo ૩ ભુવનપતિ વળી જોતિષીઝ, વ્યંતર દેવી સાર; દક્ષિણ બારણે પેસીને, નૈરૂત્ય ખુણે અવધાર. ગુ. ૪ ભુવનપતિના નીરજરાજી, જ્યોતિષ વ્યતર દેવ; પશ્ચિમ પોળે પેસીનેજી, કરતા શ્રી જિન સેવ. ગુ. ૫ વાયવ્યખુણે નિવેસતાજી, વૈમાનિક દેવ મનુશ નરની સ્ત્રી ઉત્તર થકીઝ, આવતી મન ઘણું હુંશ. ગુo ૬ શ્રી મહાવીરને વાદીનેજી, ઈશાન ખુણે રહિં સાર; બારે પર્ષદા ઈમ કહીછે, જેજે શેત્રુજા ઉદ્ધાર. ગુ0 ૭ ચેસઠ ઈદ્ર સરવે મલીજી, સનમુખ રહ્યા કરજેડ પ્રભુ અતિશય મહિમા થકીજી, નહી સંકડાશ લગાર ગુ. ૮ દેવી વૈમાનીની સાધવજી, ઉભી સુણે જનવાણ; આવશ્યકચુરણમાં કહ્યું છે, પેખ સુગુણ સુજાણ. ગુરુ ૯ જગ તારક ઇન દેશનાજી, પુષ્પરા મેઘ સમાન, મધુર ધ્વની વાણું વદેજી, સાભળે પર્ષદા સુજાણ, ગુ. ૧૦
For Private And Personal Use Only