________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છો.
૮૩
~~~ ~~ પછી લેકપ્રસિદ્ધ કામરૂપ પ્રદેશમાં આવ્યું અને ત્યાં કોતકથી કામાક્ષી દેવીનું મંદીર જોવા ગયે. તે મંદીરમાં પૂજાને માટે ઘણી સ્ત્રીઓ મળેલી હતી. સ્વરૂપમાં તે સર્વ સુરાંગનાઓના ગર્વને હઠાવે તેવી હતી. તેમનામાં મર્યાદાને અંશ દેખાતે રહેતા, પણ કળા કૈશલ્યમાં નિપુણ હતી. તેમને જોઈ કુમારપાળના મનમાં વિચાર ઉઠે કે, “જે વચમાં મદિરાક્ષીઓની આડ ન હેય તે સંસારને વિસ્તાર દૂર નથી. અહે, આ જગત વિષય વિષથી કેવું વ્યાકુળ છે! જે ગર્ભવતીઓના સુંદર ભજરૂપી લતાઓના આલિંગનથી કરૂબક, તિલક, અશક અને આમ્રવૃક્ષ અંત્યંત વિકાર પામે છે તેમના પૂર્ણ ચંદ્રવત્ ગાર અને લીલા રસથી વ્યાસ મુખકમલને વારંવાર નિહાળી ક કુશળ યોગી મનને નિવિકાર રાખી શકે ? આ ભુવન માત્ર કામાગ્નિના તીવ્ર સંતાપથી પીડિત છે, એમ જાણુંને ગીવર વિષયને ત્યાગ કરી સંયમ આરામથી રમણીય પ્રશમસમુદ્રના તીરનું નિરંતર સેવન કરે છે.”
પછી આગળ ચાલે એટલે એક એ દેશ આવ્યો કે જયાં સર્પનું રાજય હતું. તેના રાજયમાં પ્રજાને લાકિક કિંવા દૈવિક કોઈ જાતને ભય નહે. કુમારપાળે કઈ વૃદ્ધ પુરૂષને તે સર્પરાજ સંબંધી હકીકત પૂછી એટલે તેણે કહ્યું કે, “આ નાગકુમારદેવે સ્થાપેહું નાગૅપત્તન નામનું નગર છે. અહીં શ્રીકાંત નામે રાજા રાજય કરતો હતો. તે અત્યંત શ્રીમાન, દાતા, ભોકતા, વિવેકી અને પ્રજાપ્રિય હતે. પણ જેવા તેવા કારણમાં ગુસ્સે થવાની તેને આદતહતી. એક દિવસે દેધના આવેશમાં તે મહેલની અંદર ફરતો હતો તેવામાં થાંભલા સાથે માથું અથડવાથી મૂછ પામી નીચે પડશે, પુત્ર ન હોવાથી આર્તધ્યાનમાં મરણ પામી સપ્ત ફેણે સર્ષ થયે અને ભંડારમાં રહેવા લાગે. મંત્રીઓ તેને વારંવાર બહાર
૧. શાંત. ૨. ધ્યાનના ચાર પ્રકાર છે. આર્ત, રોદ્ર, ધર્મ અને શુક્લતેમાં અનિષ્ટ વસ્તુના સંયોગ, ઈષ્ટ વસ્તુના વિયોગ, રોગનાં નિદાન અને આમળના વિચાર સંબંધી મનમાં ચિંતા કરવી તેને આર્તધ્યાન કહે છે.
For Private and Personal Use Only