________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
ભાગ છો. ~~-~~
~~ ~ ~~ તનાં પ્રાણીઓને મરણએ તે નિશ્ચિત છે. બાંધવાદિને સંબંધ એ એક ઝાડપર મળેલા પક્ષીઓના ટેળાના સંગ જે છે. તેમાં મરેલાનું પાછું આવવું તે પથ્થરતળે ચગદાયેલા બીમાંથી ઝાડ ઉત્પન્ન થવાની આશા રાખવા જેવું છે. પણ અજ્ઞાન લેકે તે ન સમજતાં આત્માને મિથ્યા કલેશ આપે છે. ધિક્કાર છે તે રાજયને, જે સ્વેચ્છ જેવા અપુત્રીઓનું પણ પુત્રની માફક સર્વસ્વ હરણ કરે છે. જેમ કણિયા દુકાળની ઇચ્છા રાખે, જારિણી પતિને વધ તાકે, વૈદ્ય રાજરોગથી પીડાતા માતબરને શેધે, નારદ લડાઈ સળગાવવાને તત્પર રહે, દેવગ્રાહી પછિદ્ર ખોળે અને શાકિની છળને જુએ, તેમ રાજા હમેશાં અપુત્રિયા ધનવાનના મૃત્યુની રાહ જુએ એ બહુ ખેદની વાત છે. માટે હું તો મારા રાજયમાં અપુત્રિયાનું ધન નહીં લઉ”
એ રીતે પ્રતિજ્ઞા કરી કાશીથી નિકળે પાટલીપુત્ર આવ્યું. ત્યાં નવનદે કરાવેલા સુવર્ણપર્વતનું વર્ણન સાંભળી વિચાર કર્યો કે,
જેમના ધનથી આ ભૂમિ પગલે પગલે પૂરાયેલી હતી અને જેમણે લીલા માત્રથી આ ભૂવલય વશ કર્યું હતું તેવા રાજાઓ આ ભવરૂપી મહાસાગરમાં પરપોટાની પેઠે નાશ પામ્યા. આ પ્રમાણે છતાં હું આમ ધન મેળવીશ, આમ રક્ષણ કરીશ, આમ વધારે કરીશ અને આમ ભોગવીશ, એવા તુરંગમાં મનને રૂંધી રાખું છું; પણ યમરાજાની બત્રીશીમાં ભારે આત્મા સપડાયલે છે તેને વિચાર કરતો નથી.” પછી રાજગૃહનગરમાં ગયા. ત્યાં શાલિભદ્ર નામે શેઠની આશ્ચર્યકારક વાતો સાંભળીઃ “તે સ્વર્ગીય પિતાની સહાયથી હમેશ શ્રમરની પેઠે સ્વર્ગભગ ભગવત હતા અને તેની અગનાએ નિત્ય નિત્ય નવીન સુવર્ણનાં આભૂષણો નિર્માલ્યની માફક ઉતારી નાખતી હતી. એક વખત જ્યારે તે નગરને શ્રેણિક રાજા તેની હવેલીમાં પધાર્યાની માતા સુભદ્રાએ વધામણ મેકલી ત્યારે એણે કહાવ્યું કે, “ભાજી, જે એ શ્રેણિક નામનું કરિયાણું
૧ પૃથ્વી રૂપી કંકણ.
For Private and Personal Use Only