________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
N
ભાગ ૬ હો.
સિદ્ધરાજ સિંહ-પુત્ર માટે પ્રયત્નમાં
કુમારપાળનું દેશાટણ.
હવે રાજ્ય કરતાં સિદ્ધરાજને કેટલાંક વર્ષ તે દિવસની માફક વહી ગયાં; પણ ગૃહસ્થધર્મરૂપ વૃક્ષનું ફળ સંતાન પ્રાપ્ત થયું નહીં, તેથી તે શલ્ય અંતઃકરણમાં ધારણ કરી વિચારવા લાગ્યું કે, મારે માથે પળિયાં આવ્યાં તે પણ જેમ દુર્ભાગીને દ્રવ્ય પ્રાપ્ત થતું નથી તેમ મને પુત્રનું દર્શન થતું નથી. લેકે કહે છે કે, સૂર્યવિના આકાશ, ન્યાયાવના વિક્રમ, સિંહવિના વન, ચંદ્રવિના રાત્રી, બળવિના પરાક્રમ અને તેજવિના લક્ષ્મી એ જેમ શોભતાં નથી, તેમ પુત્રવિના કુળને શોભા આવતી નથી. પુત્રના અંગના સ્પર્શથી જે સુખ મળે છે, તેના સોળમા ભાગ જેટલું સુખ કમળના હાર, ચંદ્રના પ્રકાશ અને અમૃતના છાંટાથી મળતું નથી. સ્તંભવિના ઘર, આત્માવિના દેહ અને મૂળવિના તરૂએ જેમ રહી શકતાં નથી, તેમ પુત્રવિનાનું કુળ સ્થિરતા પામતું નથી. એ પ્રમાણે વિચાર કરી સિદ્ધરાજે હરિવંશ પુરાણ વિધિપૂર્વક સાંભળ્યું તથા અનેક દેવદેવીઓની બાધાઓ વિગેરે મિપચાર કર્યો. પણ પુત્રપ્રાપ્તિ થવી ભવિતવ્યતાને આધીન છે. પછી હેમાચાર્યની સાથે તીર્થયાત્રા કરવા નિકળે. માર્ગમાં સૂરિને પગે ચાલતા જોઈ સિદ્ધરાજે સુખાસનમાં બેસવાની વિનંતી કરી. ત્યારે ગુરૂએ કહ્યું કે, વાહનાદિપર બેસવાથી પરજીવને પીડા થાય છે, માટે યતિને તેમ કરવું યોગ્ય નથી. દિવસે ઉઘાડા પગે ચાલનારાજ ખરા યતિ છે, બીજા વાહનમાં બેસનારા તે નામના યતિ છે. તે સાંભળી રાજા દૂણાઈને બે કે, “તમે તે ખરેખર
For Private and Personal Use Only