________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ચોથે.
૩૯ wananmunan
ભાગ ૪ થો. શ્રી હેમાચાર્ય-સિદ્ધરાજને ધર્મ સન્મુખ કરો
અને સિદ્ધહેમ વ્યાકરણની રચના. એક વખત સિદ્ધરાજ જયસિંહદેવે રાજપાટિકામાંથી પાછા ફરતાં શ્રી હેમાચાર્યને જોયા અને મનમાં વિચારવા લાગ્યું કે,
શું આ સાક્ષાત્ ધર્મ છે અથવા અમૃતને સમુદ્ર છે? અહે! એ તો પાપ તાપનું હરણ કરી ચક્ષુને આનંદ આપનાર મુનિરાજ છે. મારે એમને વંદન કરવું જોઈએ.” એમ વિચારી તે પિતાના હાથીને રોકી કંઈ બેલવા જતો હતો તેટલામાં સૂરિરાજ બોલ્યા, “ભે સિદંદ્ર! આપના ગજરાજને આગળ વધાવે. ઈદ્રના મદમાતા હસ્તિયે એનાથી પરાભવ પામો! આપ પૃથ્વીનું ધારણ કરનાર હોવાથી તેમનું શું ચાલે ? ” આ ભાષણથી રાજા ચમકાર પામ્યું અને બોલ્યો કે, “મહારાજ! આપ કૃપા કરી નિરતર મારી પાસે પધારશે.” એવી મુનિને વિજ્ઞપ્તિ કરી તે પોતાના મહેલ ભણી વિદાય થયે. હેમાચાર્ય પણ મહિનાથ, મહાતીર્થ, મહૌષધી અને મુનીશ્વરનાં દર્શન અલ્પ ભાગ્યવાળાને બહુધા દુર્લભ હોય છે એમ વિચારો. વખતોવખત રાજસભામાં જઈ સિદ્ધરાજનું મનોરંજન કરવા લાગ્યા.
એક વખત સિદ્ધરાજે સર્વ મતવાળાને સ્ત્રસ્તુતિ અને પરનિંદામાં તત્પર ઈ સંસાર સમુદ્ર તરવા સારૂ ધર્માદિ જાણવાની ઇચ્છાથી શ્રીહેમાચાર્યને પૂછયું, “મહારાજ, કે ધર્મ સંસાર સાગરથી પાર ઉતારનાર છે ?” સૂરીશ્વરે આ વખતે સર્વ મતને બાધ ન આવે તેવી રીતે પુરાણમાંના શંખાખ્યાનનો અધિકાર સંભળાવ્યું. તે આ પ્રમાણે –
પૂર્વે શંખપુર નામના નગરમાં શંખ નામને કઈ શેઠિયા રહેતો હતો. તેને યશોમતી નામની એક સ્ત્રી હતી. કાળાંતરે યશો
૧ રવાડી. સ્વારી.
For Private and Personal Use Only