________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ત્રીજે,
-~~~~~~~~~~~~~~~~~~~~~-~
~~
છે મદિરાપીત પુરૂષની માફક બિલકુલ કૃત્યાકૃત્ય જોતા નથી તે પ્રભુતા જેવી રીતે વરસાદને નાશ થતાં પર્વતમાં વહેતી નદીઓને વેગ બંધ પડે છે તેવી રીતે પુણ્યને નાશ થતાં એકદમ ડ્યુટી પડે છે. આ પ્રમાણે વૈરાગ્ય આવવાથી તે નરપતિ પિતાના પ્રધાનને સાથે લઈ ડિંડણ ગામમાં વિરાજમાન શ્રીદત્તગુરૂ પાસે ગયે અને પૂર્વે કરેલાં સર્વ પાપનું આલેચન કર્યું. પછી કંઠે પહેરેલે એકેવલી હાર વેચી શ્રીવર્ધમાનવામીનું નવીન મંદીર બંધાવીને પંચ મહાવ્રત અંગીકાર કર્યા અને દીક્ષાના દિવસે જ તે રાજમુનિએ પવિકૃતિને ત્યાગ કરી એકાંતર ઉપવાસ કરવાને
ભિગ્રહ લીધે. થોડા વખતમાં સિદ્ધાંતનું અધ્યન કરી ગીતાર્થ થયા, એટલે ગુરૂએ તેમને આચાર્ય પદવી આપી. પછી ઘણું કાળસુધી સંયમ પાળી અંતસમયે તેર ક્ષેપણ કરી સ્વર્ગ ગયા.
તેમના પછી શ્રીમધુસૂરિ પટ્ટાધીશ થયા અને શ્રીપ્રશ્નસૂરિની પાટે શ્રીગુણસેનસૂરિ મહારાજ ગુણના સમુદ્ર થયા. તે ગુણસેનસૂરિના શિષ્ય શ્રીદેવચંદ્રસૂરિ એકલવિહાર કરતા ધંધુકા નગરમાં પધાર્યા. તે નગરમાં ચાચિગ નામે મઢવંશને (મેઢ વાણિયાની જાતને) એક શેઠિથે રહેતો હતો. તેની ભાર્યા
૧. આલોચન શબ્દનો અર્થ “સારી રીતે પ્રકાશવું એવો થાય છે. દરરોજ સવારે સાંજે, પંદરે દહાડે, ચાર મહિને, વર્ષે અથવા જ્યારે સારા ગુરૂ( જૈન સાધુ) ને વેગ આવે ત્યારે પોતે કરેલાં સર્વ પાપની પશ્ચાત્તાપપૂર્વક માફી માગવી તેને આલોચના (આલોયણુ) લેવી એમ કહે છે ૨. એક સેરને.
૩. શ્રી મહાવીર સ્વામી, જૈનોના ચોવીસમા તીર્થંકર.
૪. અહિંસા (જીવ મારવા નહીં), સુનત (સાચું બોલવું), અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મ (સ્ત્રીસંગનો ત્યાગ કરવો) અને અકિંચનતા (દ્રવ્ય ન રાખવું) એ પાંચ જૈન સાધુઓનાં મહા વ્રતો છે.
૫. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને ખાંડ એ છ વિકૃતિ (વિગય ) કહેવાય છે. ૬. નિયમ છે. જૈન સિદ્ધાંતના અર્થ જાણનાર. ૮. ઉપવાસ. '
For Private and Personal Use Only