________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ત્રીજો.
ભાગ ૩ જો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીહેમાચાર્યું-જન્માદિવૃત્તાંત.
એક વખત જૈન શ્વેતાંબર મતની કાટિક ગણની વજ્ર શાખાના ચંદ્ર ગુચ્છમાં અલ કારભૂત 'શ્રીદત્તસૂરિ મહારાજ વિહાર કરતા વાગડ દેશના વટપદ્રપૂરમાં પધાયા. તે વખતે ત્યાં યરોોભદ્ર નામને રાજા રાજ્ય કરતા હતા. તેનું અંતઃકરણ સ્વભાવથીજ દયાર્દ્ર હતું. સૂરિરાજ તે નરપતિના ભુવનની નજીક કાઈ પ્રારુક ( નિર્દોષ ) ઉપાશ્રયમાં ઉતા. તેમના આગમનની પ્રખર સાંભળી યશોભદ્ર રાજા એક દિવસ તેમને વાંઠવાસારૂ ગયા. સૂરિવયે તે સમયે તેને ધર્મચેાગ્ય જાણી નીચેપ્રમાણે ધર્મોપદેશ વિધા:
૨૦
“આ સંસારમાં મૂળદેવ કાર્પેટિકને આવેલા રાજ્ય આપનાર પૂર્ણ ચંદ્રના સ્વમનીપેઠે મનુષ્યજન્મ પામવા અતિદુર્લભ છે. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર તેના પુરૂષાથી ગણાય છે; તેમાં પણ ધર્મ એ શ્રેષ્ટતમ છે. ધર્મની સહાયશિવાય બીજા પુરૂષાથૅના સાધ્ય થઇ શકતા નથી. જેમકે,
धर्मोयं धनवल्लभेषु धनदः कामार्थिनां कामदः । सौभाग्यार्थिषु तत्प्रदः किमपरं पुत्रार्थिनां पुत्रदः ॥ राज्यार्थिष्वपि राज्यदः किमथवा नानाविकल्पै र्नृणां । तत्कि यन्न करोति किं च कुरुते स्वर्गापवर्गावपि ॥ १ ॥
For Private and Personal Use Only
ધર્મ એ ધનાર્થીને ધન, કામાર્થીને કામ અને સાભાગ્યાને સાભાગ્ય આપનાર છે. વધારે શુ? પુત્રાર્થીને પુત્ર અને રાજ્યાર્થીને રાજ્ય પણ તેજ આપેછે. અથવા નાના વિકલ્પો કરવાની શી જરૂર છે? પુરૂષાને એવી કઇ વસ્તુ ઇષ્ટ છે, જે ધર્મ નથી આપી શકતા?
૧. મૂળદેવ કાપડીના દૃષ્ટાંતસારૂ જીવા ઉત્તરાધ્યાયન વૃત્તિ છાપેલી ).