________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
પૂછી અને એઠરે કરાવેલું વીરચત્ય જોઈ રાજને સર્વે વથાસ્થિતિ જાહેર કર્યું. રાજાની ખાત્રી થઈ. પછી તેણે સર્વ સંધને એકઠે કરી આણંદભેર ગુરુ મહારાજને “કલિકાળ સર્વજ્ઞ એવું બિરૂદ આપ્યું અને સિદ્ધરાજની સાથે પિતાના વૈરેનું કારણ જાણી ચિત્તમાં ચિંતવવા લાગ્યો કે, “અહે! આ સંસાર મહો દારુણ છે. હે જીવ! તું એક મણથી બીએ છે પણ ભવભવતને મરણ થવાનાં છે. કારણ કે, તેં અનેક કટિ જીને નાશ કર્યો છે. વળી તું અ૫ દુઃખ થકી નાશી જાય છે, પણ તરે ભવભવ અનેક દુખે સહેવાનાં છે. કારણ, તેં અનેક જીવને દુઃખમાં નાખ્યા છે. એ પ્રકારના સવેગ અને નિર્વેદથી જેને આભા આલિંગિત હતા એવા રાજર્ષિએ પુણ્યથી પ્રકાશવંત ઘણા દિવસે કાઢયા.
એક દિવસ કુમારપાળ સુખશય્યામાં સુતા હતા તેવામાં રાતને વિષે શ્યામ અંગ અને ક્રૂર રૂપ ધારણ કરનારી કોઈ દેવી તેને પ્રત્યક્ષ થઈ બેલી કે, “હું લુતારાગની અધિષ્ઠાત્રી દેવી તારા વંશમાં પૂર્વે થયેલા શાપને લીધે તારા અંગમાં પ્રવેશ કરીશ.” એમ કહી તે દેવી અદૃશ્ય થઈ અને રાજા ચિંતામાં પડ્યા. બીજ દિવસે સૂરિએ ચિંતાનું કારણ પૂછવાથી તેણે સર્વ હકીકત કહી સંભળાવી. ત્યારે સૂરિ બોલ્યા કે, “ભાવી ભાવ હમેશ થયાજ કરે છે. તે દેવતાથી પણ મિથ્યા થતા નથી. પૂર્વે કમળદેવીએ મુળરાજને શાપ આપ્યો હતો તેને આ વિષાક છે. કહ્યું છે કે, અવશ્ય થનારા ભાવ મહાત્માઓને પણ થાય છે. જુઓ શંકરને નગ્ન ભટકવું પડયું હતું અને વિષ્ણુને મહાનાગ ઉપર શયન કરવું પડયું હતું. પાતાલમાં પેશી જાઓ અથવા સ્વર્ગમાં નાશી જાઓ અથવા નરેંદ્ર મેરુ ઉપર ચઢી જાઓ અથવા મંગૈષધી અને શએના પ્રગો ચલાવો પણ જે થવાનું તે થાય છે. એમાં કંઈ વિચાર કરવાનું કારણ નથી. પરંતુ હે રાજન્! પુણ્ય કરે. કારણ કે, જેવી રીતે દીપક અંધકાર સમૂહને, રસ (રસાયણ) રેગના ભરને અને અમૃતબિંદુ વિષના આવેગને નાશ કરે છે
For Private and Personal Use Only