________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६४
શ્રી કુમારપાલ પ્રબંધ.
ચિત થાય છે તો તે જીવત નથી. નરવીર પણ દેશાંતરમાં ભમતો શ્રીયશોભદ્ર સૂરિને મળે. તેમણે તેને ઉપદેશ કર્યો કે, “હે રૂપવંત અને ભાગ્યશાલી ક્ષત્રિયવર! કાન સુધી ધનુષ્ય ખેંચીને શિકારમાં તત્પર રહી જીવવધ કેમ કરે છે ? તમે તમારૂં બાણ પાછું ખેંચી લે. તમારું શસ્ત્ર દુઃખીઆનું રક્ષણ કરવા અર્થે છે. નિરપરાધી પ્રાણીઓને મારવા માટે નથી. શત્રુઓને પણ પ્રાણાતે તૃણ ધારણ કરવાથી છેડી દેવામાં આવે છે તો નિરંતર તૃણને જ અહા૨ કરનારા પશુઓને કેમ મરાય ? જન્મ સુધીનું દારિદ્રય અને પરાયે ઘેર દાસત્વ સારાં, પરંતુ જીવહિંસા અને ચેરીથી થતે વૈભવ નહીં સારે.” એ ઉપદેશ સાંભળી નરવીર લજજા પામીને બે કે, “હે મહારાજા ” ભૂખેમાણસ શું પાપ ન કરે ? પછી તેણે સૂરિના વચનથી સર્વ વ્યસનનો ત્યાગ કર્યો અને શ્રાવકોએ ભાથું આપ્યું તે લેઈ ફરતો ફરતો નવલાખ તિલંગ દેશના એકશિલા નગરમાં આવ્યું. ત્યાં એટર નામના કેઈ શેઠને ઘેર ખાવા માટે
કરી રહ્યા. શ્રીયશોભદ્રસૂરિ પણ તેજ નગરમાં માસુ રહેવા આવ્યા. ઓઢર શેઠે ગુરુના ઉપદેશથી તે નગરને વિષે શ્રી મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું હતું અને તે સર્વ નગરમાં પ્રસિદ્ધ હતું. એવામાં પર્યુષણ પર્વને દહાડા આવ્યા તેથી ઓઢરશેઠ સહકુટુંબ ઉત્તમ દ્રા લેઈ પિતાના દેરે પૂજા કરવા ગયે. નરવીરને પણ સાથે લીધે. ત્યાં વિધિપૂર્વક રનાત્ર વિલેપન વિગેરે ભગવાનને ચડાવી ઓઢરે નરવીરને કહ્યું કે, “ભાઈ! આ પૂલ લે અને ભગવાનને પૂછ તારે જન્મ સફળ કર.” ત્યારે નરવીરે વિચાર કર્યો કે, આ પરમેશ્વર અપૂર્વ છે. એ સર્વ પ્રકારના ભેગ અને મોક્ષ સુખના દાતા છે તો બીજાને ફુલથી શા માટે એમની પૂજા કરૂં? પછી તેણે પિતાની પાસેની પાંચે કડીનાં ફૂલ લેઈ આંખમાંથી આનંદનાં આંસુ વહેતે છતે પ્રસન્ન મન વચન અને કાયાના ગે પરમાત્માની પૂજા કરી. ત્યારપછી પિતાના શેઠને સર્વ પ્રકારના ભેગ વિદ્યમાન છતાં તપ કરતાં જોઈ મારે તે વિશેષ પ્રકારે તપ ક જોઈએ,
For Private and Personal Use Only