________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya Shri ka
ભાગ પહેલે.
૧૧
રવા કન્યાને કટિ સેનયા, બે હજાર પાણીદાર અશ્વ અને મંત્રીઓ વિગેરે સાથે પાટણ મેકલી દીધી. અહીં કર્ણદેવે ગુપ્ત વૃત્તિથી તેની કદ્રુપતાની જાતે ખાત્રી કરી લેઈ તેને પરણવાને ના પાડી. તેથી મિનળદેવીએ સાક્ષાત મૂર્તિમતી દેવકુંવરીઓસમાન પિતાની આઠ સખીઓ સાથે પતિને સ્ત્રી હત્યા આપવા અગ્નિપ્રવેશ કરી બળી મરવાની તૈયારી કરી. કર્ણની માતા ઉદયમતીએ પણ તેમનું દુઃખ જઈ ન રેહેવાયાથી તેમની સાથે પ્રાણત્યાગ કરવાને સંકલ્પ કર્યો.
स्वापदि तथा महांतो नयांति खेदं यथा परापत्सु ॥ अचला निजोपहतिषु प्रकंपते भूः परव्यसने ॥१॥
“મહાપુરૂષોને એટલે બીજાની આપદામાં ખેદ થાય છે તેટલે પિતાની આપદામાં નથી થતું. પૃથ્વી પણ પોતાના પર ઘા પડતાં અચળ રહી પારકાના સંકટવખતે કંપાયમાન થાય છે.”
કર્ણદેવ સ્વમાતાના આવા આગ્રહથી કંટાળી, મરજી ન હતી તે પણ તે કન્યાને મહાજન પાસે તેના મામાનું કાર્ય કરાવી પર. પણ પરણીને તરત ત્યાગ કરી દષ્ટિમાત્રથી પણ તેની સંભાવના કરવાનું મૂકી દીધું. આમ કેટલેક વખત ગયા પછી એક દિવસ કઈ ગાનતાન કરનારી રૂપવાન નટીઉપર રાજાનું મન ગયું. તેની અમાને ખબર પડવાથી તેમણે મિનળદેવીને આબેહૂબ નટીને વિષ આપી રાજા પાસે મોકલી દીધી. તે તર્કટની ખબર નહીં હોવાથી કર્ણદેવને નટડી ભેગવ્યાબદલ પશ્ચાત્તાપ થવા લાગ્યા. ત્યારે મંત્રીઓએ સર્વ હકીકત જાહેર કરી. તે સાંભળી રાજા ઘણે હર્ષ પાએ. તે મિનળદેવીની કુક્ષિથી પ્રતાપી જયસિંહદેવને જન્મ થયો. તે બાળકુમાર ત્રણ વર્ષની લધુ વયે સ્વયમેવ રાજસિંહાસન પર ચડી બેઠે; તે જોઈ રાજાએ જોશીઓને બેલાવી પૂછયું કે, “આ સમય કે છે?” તેમણે જવાબ દીધો કે, “મહારાજ હમણાં રાજ્યાભિષેકને લાયક મહામુહર્ત છે.” તે સાંભળી રાજાએ તેજ વખતે જયસિંહ કુંવરને રાજ્યાભિષેક કર્યો.
For Private and Personal Use Only