________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
રેશમી ધ્વજાઓ ચઢાવી. સંઘાળુઓને મનમાનતાં ભજન આપ્યાં. સામા આવેલા રાજ, શેઠીઆ અને સંધના લેકોને ભારે પિશાક કર્યા. નિરંતર સ્નાત્ર મહેન્ન કરાવ્યા. દરેક ગામ અને નગરમાં ભેજન, આછાદન અને દ્રવ્ય વિગેરે અર્પણ કરી સધ જનેને ઉદ્ધાર કર્યો. સર્વ સંઘાળુઓના જમી રહ્યા પછી કઈ ભૂખ્યો રહી ન જાય એટલા માટે દયા, દાન અને કલ્યાણાથી તપાસ કઢાવી પિતે ભજન કરવાને નિયમ રાખે. દરરોજ ત્રિકાળ જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ અને પર્વતિથિની ક્રિયાઓમાં ઉપયોગ રાખે. વાંછિત દાન આપી યાચકના મનોરથ સિદ્ધ
કર્યો.
એ પ્રમાણે લેકોત્તર કરણીની શ્રેણિવડે લેકેને આશ્ચર્ય પમાહતો અને જૈન ધર્મને ઉત્તરોત્તર ઉથ કો શ્રી હેમાચાર્યની જન્મભૂમિ જે ધંધુકા ત્યાં આવી પહોંચ્યા. ત્યાં પોતે બંધાવેલા સત્તર હાથ ઉંચા લિકા વિહારમાં સ્નાત્ર તથા વજારોપણાદિ કૃત્ય કર્યો. ત્યાંથી આગળ ચાલી અનુક્રમે વલ્લભીપુરની સીમમાં આવ્યા. તેની નજીકમાં સ્થા૫ અને ઈર્ષાલુ નામની બે ટેકરીઓ હતી. તે બેની વચ્ચેની ખીણમાં ગુએ સવારનું આવશ્યક કર્યું. રાજાએ તે ટેકરી
પર ભક્તિવડે તેમનાં જેવડાં ઉચ્ચાં બે મંદિર બંધાવ્યાં અને તેમાં અનુક્રમે શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાઓ ભૂલ થાનકે પધરાવી. ત્યાંથી આગળ ચાલતાં શ્રી શત્રુંજય ગિરિનાં દર્શન થયાં. એટલે રાજાએ સર્વ સંધની સાથે દંડવત પ્રણામ પૂર્વક પંચાગ પ્રણામ કર્યા અને તે દિવસે તીર્થોપવાસ કરી ત્યાં જ રહ્યો. પછી ઉત્તમ ખેતી, પ્રવાલ અને સેનાનાં ફુલવડે ડુંગરને વધાવી તેની આગળ કેશર અને ચંદનાદિથી અષ્ટમાંગલિક આલેખ્યા. મહોત્સવ પૂર્વક પૂજા ભણુવી અનેક પ્રકારનાં નિવેદ્ય ચઢાવ્યાં. રાજપત્ની ભેપલ દેવી, લીલુપ્રમુખ રાજપુત્રીઓ અને સર્વ સામંતની રાણી ઓએ પણ સર્વ શ્રી સંધની સાથે સુવણના થાળામાં ભરેલા મુક્તાફળ અને અસતની અંજલિ વડે પર્વતને વધાવ્યું. પ્રાતઃકાળે
For Private and Personal Use Only