________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
સાથે લેઈ ગુરુ પાસે ગયો અને કાનને કર્કશ લાગે તેવી સર્વ હકીક્ત નિવેદન કરી બોલ્યો કે, “મહારાજ ! જો હું યાત્રા કરવા જઉં છુ તે પાછળથી શત્રુ આવીને દેશની ખરાબી કરે છે. જે સામે થઈને યુદ્ધ કરું છું તે બન્ને પક્ષનું સૈન્ય સબળ હેવાથી મેટું પાપ લાગે છે. ખરેખર તું ચિંતા સાગરમાં પડ્યો છું. ધિક્કાર છે મને અધમાધમને, જે મારા યાત્રાના મારથે પણ પૂરાથતા નથી. શાબાશ છે વણિ લેકેને જે સુખે સંઘપતિ થાય છે. હું તે દેવતાની માફક સંઘપતિ થવાને ભાગ્ય હીન થે છું. તે સાંભળી ગુરુ બેલ્યા કે, “હે નરેંદ્ર! તમે ખેદ મા કરો. સુરેદ્રની માફક તમે પ્રારંભેલું કાર્ય કદાપિ ભગ્ન થવાનું નથી. બાર પહેરની અંદર સર્વ ઉપદ્રવ શાંત થશે.” એ પ્રકારે ગુરએ બહુ ધીરજ આપ્યા છતાં “શું થશે એવી ચિંતામાં ને ચિંતામાં આતુર રાજા ત્યાંથી નિકળી સભામાં આવી છે. ત્યાં થોડી વારે બીજા ચરોએ આવી ખબર કહી કે, “મહારાજા કર્ણદેવ મરણ પામે. તે સાંભળી રાજાએ પૂછયું કે, “કેવી રીતે?” ચરો બોલ્યા, “મહારાજ! તે આપણા નગરને ઘેરો ઘાલવાના ઇરાદાથી સવારના પહોરમાં સૈન્ય સાથે નિકળે. માર્ગમાં રાત પડી અને તે નિદ્રાવશ થ. એવામાં કોઈ ઝાડની ડાળીએ તેના ગળાની સાંકળી પાશબંધની માફક ભરાઈ ગઈ અને નીચેથી હાથી તે ચાલે ગયે. તેથી તેનું શરીર અધર લટક્યું અને શ્વાસ રૂંધાવાથી પ્રાણ છુટી ગયા. અમે તેની દહનક્રિયા જોઈને અહીં આવ્યા છીએ.” તે સાંભળી, “અરે ! તે બિચારાની શી વલે થઈ” એમ જરા ખેદ કરી રાજા ગુરુ પાસે ગયા અને સર્વ હકીક્ત નિવેદન કરી બોલ્યો કે, મહારાજ! આપનું જ્ઞાન અતિ ચમત્કારી છે.”
પછી તેણે મેટે ઓચ્છવ કરી સંઘયાત્રાને કે વગડા અને પોતે મુખ્ય સંઘપતિ છે. તે સંઘમાં જવા સારૂ કુમારપાળના સામંતે, વામ્ભટાદિ મંત્રીઓ, રાજમાન્ય નગરશેઠના પુત્ર આભડ, ભાષા ચક્રવતી શ્રીદેવપાલ, કવિઓ અને દાનાઓમાં
For Private and Personal Use Only