________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
શ્રી કુમારપાલ પ્રબંધ,
પિતાની લમીને અનુસાર સારી વૃત્તિકા, નિર્દોષ પથ્થર, કાષ્ટ, ચાંદી, સોનું, રત, મણિ અને ચંદન વિગેરેની જિનપ્રતિમા કરાવે છે તે મનુષ્ય અને દેવલોકમાં મહા સુખ પામે છે અને જે તીર્થંકરની પ્રતિષ્ઠા કરે છે તે તીર્થંકરની પ્રતિષ્ઠાને પામે છે. કહેવત છે કે, વાવે તેવું લણે. વળી કહ્યું છે કે, જે વીતરાગ પરમાત્માની પ્રતિમા કરાવે છે તે પરભવમાં સંસારનું મથન કરનાર ધર્મરલને પામે છે. જે વિશેષ લક્ષણે કરી દર્શનીય અને સર્વ અલકારે કરી ભૂષિત જિનપ્રતિમા મનને અલ્હાદ કરે તો નિર્જરા થઈ એમ ગણાય છે. જે એક આંગળથી માંડી એકસો ને આઠ આગળ સુધીની મણિ રત વિગેરેની જિનપ્રતિમા કરાવે છે તે સર્વ પાપથી મુક્ત થાય છે. જેમ મેથી મેટો પર્વત અને કલ્પવૃક્ષથી મોટું ઝાડ નથી તેમ જિનપ્રતિમા ભરાવવા કરતાં બીજે વધારે માટે ધર્મ પણ નથી. માટે ધન વાપરવાની શક્તિ હોય તો ૫૦૦ ધનુષ્યના પરિમાણવાળી પ્રતિમાઓ કરાવે. જે ધનની તદ્દન અપ્રાપ્તિ જ હોય તે એક આંગળની પણ કરાવેલી જિનપ્રતિમા મુક્તિ સુખને આપે છે. કહ્યું છે કે, “જે ધીર પુરુષ એક અંગુઠા જેવડી પણ શ્રી ગષભાદિ તીર્થકરોની વીરાસનમાં મૂર્તિ કરાવે છે તે સ્વર્ગમાં ઉત્તમ પ્રકારની પુષ્કળ ઋદ્ધિ ભોગવી અનુત્તરપદ (એક્ષપદ) પામે છે. * જિનપ્રતિમા તૈયાર થયેથી તેમની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પિતાની સંપત્તિને અનુસાર મહોત્સવ પૂર્વક શુદ્ધચારિત્રી ગુરુ પાસે પ્રતિષ્ઠા કરાવવી. પછી પાંચ આઠ અને યાવત સર્વ શુભ દ્રવ્યથી નિત્યમેવ પૂજા કરવી. પ્રસંગોપાત યાત્રાને સમારંભ. કરો. વિશેષ આભરણે પહેરાવવા અને દમયંતી વિગેરેની પેઠે વિચિત્ર પાંચ રંગનાં વચ્ચે ચડાવવાં. કહ્યું છે કે, નિર્મળ જળ, સુગંધિત ચંદનાદિ, સુવાસિત પુષ્પ, દશાંગ ધૂપ, વૃતમય દીપ, ઉજવલ અક્ષત, અખંડ ફળ અને સુંદર નૈવેધથી જિનેશ્વરની પૂજા કરનાર સત્વર મોક્ષ સુખને પામે છે. બીજું જિનેશ્વરની
For Private and Personal Use Only