________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૪
શ્રી કુમારપાલ પ્રભુધ
કરી તેમના ઉપર રખવાળ રાખો. પછી જો રાત્રે દેવીએ તેમને લેઇ જાય તા ઠીક, નહીં તે પ્રાતઃકાળે તેમને વેચી જે દ્રવ્ય આવે તેમાંથી દેવીઓને કપૂરાદિના ભાગ આપેા.’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂના આવા વચનથી ઉલ્લાસ પામેલો, જેવું દયા એજ જીવિત હતુ એવા તે રાજાએ તે પ્રમાણે કર્યું. પણ પ્રાતઃકાળે પશુઆને જીવતા દીઠાં. તેથી હર્ષ પામી પૂજારીઓને હાંકી કઢાવી કહ્યું કે, “દુ! હવે મને સમજાયું. તમેજ માંસની લાલચથી જીવ વધ કરાવા છે. હવે યથાવત્ શ્રીજિનવચન જાણનાર મને તમે બ્રહ્મરાક્ષસા શી રીતે ભમાવશે! આજ સુધી નિરર્થક જીવ વધાદ્વિ પાપા કરાવ્યાં.”
·
આઠમને દિવસે બકરા તથા પાડા વેચતાં આવેલા દ્રવ્યથી દેવીઓને કપૂરાદિના ભાગ આપવામાં આણ્યે. દશમને દિવસે રાજા ઉપવાસ કરી રાત્રે પોતાના આવાસમાં શ્રીજિનેશ્વરનુ એક ધ્યાન લગાવી સુખે બેઠા હતા, તેવામાં કટેશ્વરી દેવી હાથમાં ત્રિશૂલ લેઈ ત્યાં આવી ખાલી કે, “ હું ચાલુકય, હું તારી કુળદેવી કઢેશ્વરી છું. તારા પૂર્વજો મને પરાપૂર્વથી બળિ આપતા આવેલા છે, તેની તુ કેમ ના પાડેછે? તારે પ્રાણાંત પણ કુળદેવીનું અને કળાચારનુ ઉલ્લંધન ન કરવું.”
For Private and Personal Use Only
આ સાંભળી રાજા બેઢ્યા, “હૈ વિશ્વનું કલ્યાણ કરનારી કુળદેવી, સત્ય દયામય ધર્મને મમ હવે મારા જાણવામાં સારી રીતે આન્યાછે. તેથી હું જીવ વધ કરતા નથી. ધર્મનાં તત્વો સમજ્યા વગર મારા પૂર્વજોએ અને મેં પૂર્વે જે જીવ વધ કાછે તેને માટે મારા અંતરાત્મામાં ધણા સંતાપ થાયછે. એક ધાથી સેા ધા,એક મારણથી સેા મરણ અને એક આળથી સા આળ સહન કરવાં પડેછે. પશુના ગાત્રમાં જેટલાં રામ હૈાય છે તેટલાં હજાર વર્ષે પશુધાતા ખીજા ભવામાં પકાવાય છે.' ઇત્યાદિ નિઃસદેહ અનેક વાચેાથી પરિપૂર્ણ શાસ્ત્રાનું અવલાકન કરનાર હું જીવહિંસા હૈમ કરૂ? હું