________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પંદરમે.
૧૫૧
પાપ અણગળ પાણીનું ગ્રહણ કરનાર એક દિવસમાં ઉપાર્જન કરે છે. જે પુરૂષ પિતાના સર્વ કાર્યોમાં ગાળેલું પાણી વાપરે છે તે મહા મુનિ, મહા સાધુ, મહા ત્યાગી અને મહા વ્રતી ગણાય છે. મીઠા પાણીથી ખારા પાણીના પિયરા અને ખારા પાણીથી મીઠા પાણીના પિયરા મરી જાય છે, માટે કદી મીઠું અને ખારું પાણી ભેળસેળ કરવું નહીં”. ઈત્યાદિ અર્થ યુક્ત લેકેની પત્રિકા આપી પોતાના આમ જનોને પિતાના અને પિતાની આણ માનનારા બીજા રાજાએના દેશોમાં મેલી શક્તિ ભક્તિ અને ધનાદિથી પાપના સંચયભૂત મારીનું નિવારણ કરાવ્યું. પ્રત્યેક સ્થાન, ગ્રામ, નગર અને દેશમાં મારિ ઘોષણું કરાવી પાટણના સિંહદ્વારમાં ન્યાયઘંટ બંધાવ્યું.
એ જીવરક્ષાના મહોત્સવની પ્રવૃત્તિમાં કોઈ જગાએ કઈ જીવહિંસા કરે છે કે નહીં તેને નિશ્ચય કરવા પોતાના ગુમ તેને સર્વ દેશોમાં મોકલ્યા. તેઓ ફરતા ફરતા કચ્છ દેશના કોઈ ગામમાં આવ્યા. ત્યાં મહેથર નામને કઈ વાણિ રહેતો હતો. તેની સ્ત્રીએ કેશ ઓળતાં માથામાંથી લૂ કાઢી તેના હાથમાં આપી. તેને તે વાણિયાએ મારી નાખી. આ બનાવ દૂતોએ પ્રત્યક્ષ જોઈ શેઠને પકડી જૂ સાથે પાટણમાં રાજા પાસે આ.
રાજા–“હે દુષ્ટ, આ તેં કેવું કામ કર્યું ?'
શેઠ—એ જૂ મારા માથામાંથી લેહી પીતી હતી તેથી મેં એને મારી નાખી.” • રાજા (ગુસ્સે થઈ ધક્કા મરાવી)–“અરે! દુવાદિજીવો પિતાને સ્વભાવ ઘણા દુઃખે મૂકી શકે છે એવું જાણતા છતાં તે એ જેને મારી નાખી મારી આજ્ઞાને ભંગ કર્યા માટે તું અપરાધીની પંક્તિમાં આવ્યો છે. જે તું જીવહત્યા થી નથી બીતે તો હું
૧. હિંસા. ૨. અહિંસાની રે.
For Private and Personal Use Only