________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભારદર્શન છા જરાત સાહિત્ય સભાએ ગુજરાતના ઇતિહાસપ્રસિદ્ધ શહેરોનો ઇતિહાસ લખાવવાની જવા ' નક્કી કરી અને તે દિશા નરકની સભાની પ્રગતિના પ્રથમ પગલા તરીકે “ગૂજરાતનું પાટનગર
- અમદાવાદી બહાર પડ્યું. આ પછી જ્યારે અમને ખબર મળ્યા કે “ગુજરાતનું પાટનગર અમદાવાદના વિદ્યાને લેખક શ્રી નમણિરાવને ખંભાતના નામદાર નવાબ સાહેબ તરફથી “ખંભાતનો ઇતિહાસ’ નયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે ત્યારે અમને લાગ્યું કે સભાએ નક્કી કરેલી
જનાને પાર પાડવાનું બીજું પગલું લેવાય છે. અમે તરત જ નામદાર નવાબ સાહેબને, તે વખતના દીવાન સાહેબ દી.બ. નર્મદાકાંકરભાઈ મારકને વિનતિ કરી કે આ ઇનિવાસ તૈયાર થાય ત્યારે તેની પાંચ નકલ અમારી સભાને તેઓશ્રી તરફથી મળે તે એથી સભાની યોજનાને કિંમતી સહાય અને ઘણે વેગ મળશે. તેઓશ્રીએ પોતાના સ્વાભાવિક જીજન્યથી અમારી એ વિનતિનો સ્વીકાર કર્યો. એ બદલ અમે સભા તરફથી તેમના અત્યંત ઋણી છીએ.
આ બાબતમાં દી.બ. નર્મદાશંકરભાઇ તરફથી જે સહાનુભૂતિ અને સહાય સભાને મળ્યાં છે તે માટે અમે તેમને પણ અંતઃકરણપુર્વક આભાર માનીએ છીએ.
આ ઉપરાંત હાલના આશિએટિંગ દીવાન સાહેબ શ્રી પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટ સાહેબનો પણ, તેમણે તે રીતે તેમની સહાનુભૂતિ સભા તરફ ચાલુ રાખી છે તે માટે, આભાર માનીએ છીએ. અમદાવાદ તા. ૩૧-૫-૩પ
પ્રાણલાલ કિરપારામ દેસાઈ
ગટુલાલ ગેપીલાલ ધ્રુવ ચૈતન્યપ્રસાદ તીલાલ દીવાનજી માનદ મંત્રીએ ગુજરાત સાહિત્ય સભા
For Private and Personal Use Only