SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૩ ૨૩૫ સંસર્ગમાં આવેલા હતા એ વેદ ઉપરથી સ્પષ્ટ થાય છે. ભાગવત પુરાણમાં એમને પાતાલના વાસી કહ્યા છે; અને અસુરાદિ જાતિઓ પણ ત્યાં રહે છે એમ કહ્યું છે.૮૩ ઉપરની તમામ ચર્ચા અને પાતલ વાસની અસુરોની ચર્ચા ધ્યાનમાં લેતાં પણ પાતાલ હિંદને પશ્ચિમ કિનારે એમ કરે છે. એ પાતાલ સાત છે. એમાંનાં મુખ્ય નગરમાંનું એક નગર ભગવતી, તે જ નામની નદીને તીરે વિતલ પાતાલના હાટકેશ્વર સાથે બંધ બેસવાથી, નાગલોકના અને સરસ્વતીના સાહચર્યથી, ખંભાતના અખાતને કિનારે હેચ એમાં બહુ શંકા રહેતી નથી. હાલ કોઈ બીજા નગરનું બીજું નામ ભેગવતી જાણ્યામાં નથી. દંતકથા ખરી હોય તે ખંભાતની પ્રાચીનતાનો વિચાર કરતાં ખંભાતનું નામ ભગવતી તે આ પ્રાચીન ભેગવતી હોઈ શકે. ભગવતીપુ૨ અને પાતાલને ગૂજરાત-કાઠીઆવાડ-કચ્છના કિનારા સાથે સંબંધ છે એ આગલી ચર્ચામાં જોયું. અહીં એક ખુલાસો કરવાની જરૂર છે. પૌરાણિક ભૂગોળ હાલ જે રૂપમાં લખેલી મળે. મહાલિંગ, ગુધ, મહાર્ણવનિપાતવિદ્દ, ગભસ્તિ, નીરજ, અહિર્મુન્ય. આ નામને અર્થ સમજાય તેવું છે. અહિબુદી નામ તે બહુ સૂચક છે. એ નામ અગિયાર રુદ્રમાં પણ ગણે છે. એમાંને અહિ શબ્દ સૂચક છે. વેદમાં વિના સુતોમાં અહિબુન્ય નામ વારંવાર આવે છે (એકપાદની સાથે) અને ત્યાં એને સંબંધ સમુદ્ર-જળ સાથે છે. એને અર્થ Dragon (અહિ) of the deep એ કરેલો છે. લિંગપૂજા ઘણી પ્રાચીન છે એ તે સિદ્ધ થએલી વાત છે. લિંગ અને શિવનું પર્વ થી થયું છે. (ક. ૫. કેદારખંડ અ.૩૧.પર્વતલિંગ)બાકી મળ તે શિવને, રૂદ્રનો અને લિંગને સંબંધ જળ સાથે છે. એટલે ઠંભતીર્થ, હાટકેશ્વર, નાગક, વડવામુખ, સરસ્વતીનું મુખ વગેરેનું અત્યન્ત સાન્નિધ્ય જણાય છે. અહી એટલું પણ ઉમેરવાની જરૂર છે કે કૈમારિકાખંડમાં તંભતીર્થમાં કંદે તારકાસુરને હરાવ્યું. નાગરખંડમાં એ વાત ટૂંકમાં કહીને એ બનાવ હાટકેશ્વરક્ષેત્રમાં બન્યો હોય એવો દેખાવ (અ. ૭૦)માં કર્યો છે. અને અ. ૭૧ માં એ દૈત્ય પડો તેથી ભૂકંપ થયો અને ચમત્કારપુર (હાટકેશ્વરક્ષેત્રમાં આવેલું)નાં ઘર પડી ગયાં. આખરે બ્રાહા ઉપર પ્રસન્ન થએલા કંદે એ નગરનું નામ રકંદપુર રાખવા કહ્યું. આગળ અ. ૨૬૪ માં કંદે તારકાસુરને હરાવવા તૈયારી કરી તામ્રવતી નગરીમાં રાખ વગાડયો. (લો. ૮) એમ લખ્યું છે. તે નાગરખંડનું સ્કંદપુર કયું? તામ્રવતી એ ખંભાત એ તે આગળ સિદ્ધ કરેલું છે. તે હાટકેશ્વરક્ષેત્રનું સાન્નિધ્ય કયાં? બીજું લિંગપુરાણમાં બ્રહ્મા વિષ્ણુ શિવના મહાલિંગ-(કુંભ)જેને પાર પામી શકાયું નથી તેની સ્તુતિ કરતાં એક કાળે આ પ્રમાણે કહે છે. હેમલિંગની સ્તુતિ બોલી પછી પંચતત્વનાં લિંગ બલી પછી કહે છે કે “સારસ્વતાર એવાય મેઘવનિલેનમઃ ના મતે અન્ય નાનાં પતયે નમઃ | આમ શિવલિંગ સ્તુતિમાં હેમલિગ, સારરવત અને નાગોનાપતિ એ બધું ખાસ સચક છે. અને હેમલિંગ તે ઠંભ તેમજ હાટકેશ્વર તે સ્પષ્ટ સમજાય છે. તેને માટે અહીં વાપરેલ સારસ્વત શબ્દ અને ઉપર લખ્યો તે વડવાનલ શબ્દ પણ નોંધવા જેવો છે. વડવાસુખ શંકરનું નામ અને સરસ્વતીના મુખ પાસે તેનું ભેગેલિક સ્થળ તે પણ આગળ જોયું. એ રકંભ હાટકેશ્વર, ખંભાતના અખાત રૂપે સરસ્વતીનું મુખ અને વડવામુખ એ બધાનું અત્યન્ત સાહચર્ય કે સાન્નિધ્ય વ્યક્ત કરે છે. (લિગ. પુ.અ.૧૮ . ૨૪) આગળ અધ્યાય ૫૧ માં મંદાકિની નદી જ્યાં શિવ સગણ વાસ કરી રહેલા છે તેનાં વિશેષણે આપેલાં છે. શિવને સેમ કહ્યા છે ને સેમિનાથ ગણવા કે નહિ તે સ્પષ્ટ નથી કહેલું. મંદાકિનીનાં કનકનંદા અને નંદા એવાં નામ આપ્યાં છે. અને ત્યાં હજાર બ્રાહ્મણોનું વન છે એમ કહ્યું છે. આ વર્ણન અને મંદાકિની તથા નંદા નામ સરસ્વતીનાં છે. (સરસ્વતીના પ્રવાહને લેખ જુઓ) એને પશ્ચિમ તીરે કાંઈક દક્ષિણમાં રુદ્રપુરી છે એમ કહે છે. ત્યાં જગદંબા સાથે કર હમેશાં ક્રીડા કરી રહેલા છે. આ પ્રમાણે શંકરનાં તીર્થો દરેક દ્વીપમાં પર્વત, વન, નદી અને અર્ણવ સંધિમાં આવેલાં છે એમ કહ્યું છે. આ વર્ણન હાટકેશ્વર સરસ્વતીના નીચલા પ્રવાહ ઉપર ગમે ત્યાં હશે તેને લાગુ પડે છે, અર્ણવ સંધિ શબ્દ ખાસ સૂચક છે. ટીકાકાર અર્ણવ સંધિને સમુદ્ર અને નદીના સંગમ કહે છે. આમ અર્ણવ સંધિ ઉપર ખંભાતની જગ્યાએ શૈવતીર્થં હતું તે, અગર સેમિનાથ, અગર લુપ્ત થએલા હાટકેશ્વર જ આવી શકે. આ અને રામેશ્વર સિવાય બીજું શૈવતીર્ય અર્ણવ સંધિ ઉપર નથી. ૮૩ ભાગવત કે પુ. અ. ૨૪ અને મૅકડોનલની Vedic Index માં પાણિ શબ્દ. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy