________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ ૩
૨૩૧ તો તે વાસુકિ સર્ષ કુલને હોય એમ સમજાય છે. વળી દરેક કથા એને વાગડના મૂળ વતની કહે છે, એટલે કચ્છ-ગૂજરાત-કાઠીઆવાડમાં એનું વતન ઠરે છે.૬૫ કાઠીઆવાડમાં વાસુકિ નાગ વાસંગજી નામથી પૂજાય છે. કચ્છ-કાઠીઆવાડ-ઉત્તર ગૂજરાતમાં નાગપૂજા અને નાગનાં સ્થાને ઘણું છે. દક્ષિણ હિંદમાં નાગપટ્ટણ કે નાગરકેઈલ જેવાં સ્થાને છે પરંતુ તે ઉત્તરમાંથી નાગલોક ત્યાં ગયા પછીનાં છે. ગુજરાત કાઠીઆવાડ વગેરે પ્રદેશમાં એવાં નાગ નામ ધરાવતાં ઘણાં સ્થળો છે. કથાસરિતસાગરમાં વાસુકિનું મેટું તીર્થ લાટ દેશમાં છે અને ત્યાં ઘણું લોક ભરાય છે. તીર્થ પાસે મોટું સરોવર છે એમ લખ્યું છે. ગૂજરાત કાઠીઆવાડમાં આહીર-રબારી-કાઠી વગેરે મૂળ નાગજાતિના ગણાય છે. ૧૮ આહીર જાતિ ગૂજરાતમાં એક વખત લડાયક જાતિ હોવાનું જણાય છે. ૨૯ રબારીઓ મૂળ આ જાતિઓમાં પૂજારી હોય એમ સમજાય છે. આજે પણ ગોગના પૂજારીઓ રબારીઓ છે. દાહોદ પાસેથી જડેલા એક લેખમાં સેલિંક સમયમાં ગુજરાતના એક પ્રધાને ગેગનારાયણનું મંદિર બંધાવ્યાનો ઉલેખ છે.૭૦ એટલે અગીઆ૨મી-બારમી સદીમાં જુદું મંદિર બંધાય એટલે નાગપૂજાનો મહિમા હોવો જોઈએ એમ સિદ્ધ થાય છે, અને . વૈજેલ ધારે છે તે કરતાં ગુજરાતમાં એ પૂજા જૂની હોવી જોઈએ અને ગોગ નામ પણ હત્વનું હોવું જોઈએ એમ સમજાય છે. ગોગના વાગડના સંબંધ અને ગૂજરાતમાં પ્રાચીન સમયથી પૂજા થતી તેથી ગોગ-વાસુકિ કુલના નાગનું પણ કોઈવાર ગુજરાતમાં ઘણું મહત્વ હોવાનું જણાય છે. નાગાર્જુનને વાસુકિ નાગે માળા આપી એ જૈનકથા આગળ જોઈ ગયા તે પણ અહીં ધ્યાનમાં લેવા જેવી છે. ” એટલે નાગલોકમાં પણ ભોગવતી નગરીના સ્વામી વાસુકિ કુલના સર્પરાજેનું જોર આ ભાગમાં એક
૬૫ એ જ પૃ. ૨૬૪. ગુગા, ગોગ અથવા ગોગા બાપજીના નામથી ઉત્તર ગુજરાતમાં સર્ષપૂજા બહુ થાય છે, અને રબારીમાં Vગુગાનો “વાયર’ આવે છે અને સર્પદંશ એ લોક ઉતારે છે. કાસવાના ગગનું મંદિર મેટું ગણાય છે. નવાઇની વાત એ છે
કે ડૅ. વૈજલે ગુગા અથવા ગોગ ઉપર લંબાણથી લખ્યા છતાં અને ગેગ વાગડને વતની કહ્યા છતાં ગૂજરાતમાં એની પૂજા સંબંધી એક અક્ષરે લખે નથી જ્યારે પંજાબ આદિમાં બહુ પૂજાય છે એમ લખ્યું છે. પંજાબમાં ગુગાને મુસલમાને પણ ગુગાપીરને નામે માને છે. ગુગાને વાયરો રબારીને આવે છે, અને એ લોકને આહીર સાથે સંબંધ પણ સૂચક છે. $9 Vogel: Indian Serpent Lore P. 268. Mr. Watsonal Places of Snake Worship in Kathiawar એ લેખનો ઉલ્લેખ કરે છે. થાનમાં નાગ મંદિર છે. ત્યાં વાસુકિની મૂર્તિ ત્રણ માથાંની છે. તલસાણામાં પ્રતિક છે નાગનું મંદિર છે; ચડામાં ચેકડી ગામમાં દેવાનિક ચરમાલીઆનું મંદિર છેઃ નાગધન્વન (નાગધનિબા) નાગસીરી જેનું નામ નાગપત્તન છે તે પણ નાગને સંબધ વ્યક્ત કરે છે. ભૂજ ભુજંગમપુર-કચ્છ નાગ સાથે સંબંધ ધરાવે છે. નાગપત્તન પૂર્વ પત્તન શબ્દ ઉપરથી મેઢ હશે. એ મેટું બંદર હતું એમ મિરાતે અહમદી કહે છે. એને “બારા' કહેલું છે તે ઉપરથી એ સાચું લાગે છે. મેવાડમાં નાગદા ગામ છે તે પૂર્વે મેટું નગર હતું. નાગદા એ નાગહુદનું અપભ્રંશ રૂપ છે. નાગની કથાનાં બીજે ગામ કાઠીઆવાડમાં છે. ૬૭V opel: Indian Serpent Lore: 202. લાટમાં આ સ્થળ કયું તે પત્તે લાગતું નથી. ૬૮ Bom. Gaz.: Gujarat Population? Hindus P. 26.. આહીર શબ્દ. P. ૪૫૦માં લખે છે કે નાગેને રજપૂત ગયા છે. વળી કાડી અને બાબરીઆને આહીરના સંબંધી કહે છે. કા. ગેઝેટીઅર P.ss7માં કાડી, બાબરીઆ, આહીર અને મેર વચ્ચે ભેદ નથી. જેઠવા તે માત્ર એમનું પેઝ મેટું કુટુંબ છે. આઇને અકબરીમાં કાઠીને આહીર કહ્યા - છે આહીર ને આભીર એક છે. ૬૯ ભાવનગર પ્રાચીન લેખસંગ્રહ-૧. નવાનગર ગુંદાગામ આગળ રૂદ્ધસિંહ ક્ષત્રપના સેનાપતિ આભીર બાહકને લેખ. ૭૦ આ લેખ હૈં. હ. હ. ધ્રુવને જડેલો. તેમણે બુદ્ધિપ્રકાશમાં છપાવેલો એમ યાદ છે. આ લખતી વખતે બુદ્ધિપ્રકાશ ન મળી શકવાથી ચોક્કસ અંકને આધાર નથી આપી શકતે.
For Private and Personal Use Only