SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૬ પરિશિષ્ટ ૩ અસલ હાટકેશ્વરક્ષેત્ર કયાં? અહીં એક વાત સ્પષ્ટ કરવી જોઇએ. હાટકેશ્વ૨ નાગરાના ઈષ્ટદેવ છે અને એમનું મૂળ સ્થાન વડનગ૨ હાટકેશ્વક્ષેત્ર ગણાય છે. નાગરત્તિ માટે અનેક અનુમાન થયાં છે, અને એ બધાં દયાનમાં લેતાં અને હમણાં શ્રીદેવદત્ત ભાંડારકરે નાગરો માટે નવી વાતો જાહેર કરી છે૩૯ તે જોતાં આ અતિ વિવાદગ્રસ્ત વિષયમાં આ સ્થળે ઊતરવું યોગ્ય નથી. તે સાથે નાગરખંડમાં હાટકેશ્વરક્ષેત્ર વડનગરને ઉદ્દેશીને વર્ણવેલું હોવા છતાં એના ઉલેખામાં એવા વિરધો માલુમ પડે છે કે અસલ હાટકેશ્વરક્ષેત્ર વડનગરમાં નહિ એમ સ્પષ્ટ સમજાય છે. એ બધી ચર્ચા વિસ્તારના ભયથી અહીં છોડી દઈશું. વડનગરને હાટકેશ્વરક્ષેત્ર માનનારા શ્રીમાનશંકરભાઈએ પણ હાટકેશ્વર મૂળ પાતાલમાંથી આવ્યા અને વડનગરમાં પછી સ્થાપન થયા એમ તો કબૂલે કરે છે.૪૦ એટલે મૂળ પાતાલના હાટકેશ્વર તે વડનગરવાળા નહિ એ આપણા મતને હાનિ થતી નથી. વડનગર પ્રાચીન શહેર હોવા છતાં એ મૂળ હાટકેશ્વરક્ષેત્ર નહોતું અને પાછળથી થયું એ સ્કંદપુરાણના તમામ વર્ણન ઉપરથી સ્પષ્ટ થાય છે. એક ખાસ સ્પષ્ટ વાત તો એ છે કે આબુથી નૈઋત્યે તે કચ્છ ને કાઠીઆવાડ આવે વડનગર નહિ. વડનગર દક્ષિણે છે. વળી કામીરના ઇતિહાસના એક ઉલેખથી પંજાબમાં ચંદ્રભાગા નદી પાસે પાતાલ છે એમ પણ મનાવવા યત્ન થએલો છે.૪૧ પરંતુ એમાં ચંદ્રભાગાને રસ્તે પાતાલમાં જવાનો માત્ર ઉલેખ છે. એટલે ચંદ્રભાગાને રસ્તે સિધુમાં થઈને પાતાલનગર-સિધુમુખ આગળ અવાતું એટલો જ અર્થ છે. પંજાબમાં પાતાલ નહિ. પાતાલ હાટકેશ્વરક્ષેત્ર અને ગુજરાતના કિનારાના સંબંધની પરચુરણ વિગતે નાગરખંડમાં સોમનાથના એક ઉલ્લેખમાં સેમિનાથ પણ હાટકેશ્વરક્ષેત્રમાં હોવાનું લખે છે. એ ઉપરાંત ૩૯ Ind. Ant. March-April. 1932. એમાં પહેલાંના વિચાર બદલી બંગાળના કાયસ્થને નાગર માની, નાગર કઈ વિશિષ્ટ જાતિ માની હાટક દેશ હિમાચલ પાર સાથે જોડે છે. હાટકેશ્વરનો ખુલાસે કરતા નથી. ભાંડારકરે હાટકને દેશ ઠરાવે તો હાટકેશ્વરને કેમ વિસાય ૪૦ માનશંકર પીતાંબરદાસ કૃત નાગરોત્પત્તિ લેખઃ ૬ઠી ગુ. સાહિત્ય પરિષદને રિપોર્ટ. પૃ. ૧૧૪. એઓશ્રી લખે છે કે હાટકેશ્વર પાતાલમાં મૂળ નાગલોકોના દેવ પણ નાગરોએ પછીથી લીધા અને આગળ લખે છે કે પાતાલને સુવર્ણ લિગ-હાટકેશ્વરને ચમત્કારપુર-જે એમના મત પ્રમાણે વડનગર છે-માં ચિત્રશર્મા નામના બ્રાહાણે થાપન કર્યું. આ બધી બાબતમાં રસ. માનશંકરભાઈની વિવાદગ્રસ્ત બીજી વાતો સાથે અહીં સંબંધ નથી. ફક્ત વડનગર મૂળ હાટકેશ્વરક્ષેત્ર નહિ પણ પાછળથી ત્યાં સ્થાપન થએલું એ વાત બરાબર છે. સાંભળ્યા પ્રમાણે છે. માનશંકરભાઈએ આ લેખ પછી હમણાં પિતાના વિચાર બદલ્યા છે અને વડનગર આનંદપુર તે ગુજરાતનું નહિ પણ કાઠીઆવાડમાં બીજું છે તે એવી મતલબનો લેખ મુંબાઇના"ગુજરાતી પત્રમાં લખે છે. એથી પણ વડનગર અસલ હાટકેશ્વરક્ષેત્ર નહિ એમ સિદ્ધ થાય છે, અને કાઠીઆવાડ બાજુ એ ક્ષેત્રને ખોળવામાં તદ્દન નહિ તો કાંઈક ખરે રસ્તો જડે છે એમ સમજાય છે. ૪૧ એ જ પૃ. ૧૧૬. ૪ર ર. પુ. નાગર, અ. ૬૩. માં સોમનાથત્પત્તિ હાટકેશ્વક્ષેત્રમાં કહી છે અને લે. ૪૬માં પ્રભાસમાં લખ્યું છે. ખંભાતનું કુમારિકા ક્ષેત્ર અને સોમનાથનું પ્રભાસક્ષેત્ર એ બધું કેાઈ વખતે આનર્ત અગર હાટકેશ્વરક્ષેત્રમાં ગણાતું હશે. હાટકેશ્વરક્ષેત્ર વિસ્તૃત હોવું જોઈએ. અને એ બધાં ઘણાં પાસે પાસે હોવાં જોઇએ. આનર્તની એક વખતની રાજધાની દ્વારકાં કહેલી છે. છે એ જોતાં આનર્તની હદ મૂળ દ્વારકાં અને પ્રભાસ સુધી મનાતી હેવી જોઈએ. આ પ્રદેશનાં નામે અને હદે કાળે કાળે કરેલાં છે. વડનગર જેટલે છેટે હાટકેશ્વરક્ષેત્ર મૂકવાનું કોઈ કારણ મળતું નથી, પિરાણિક દષ્ટિએ એ ભાગ ધર્મારણ્ય (મારા) અને અબુંદની વધારે પાસે ગણાય, એ વિભાગ આનર્તથી જુદા છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy