SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ પરિશિષ્ટ રૂ અસુરૈશ અને દેવીપૂજા અહીં અસુરાની એક બીજી પૂજા-દેવીપુત્ર-માટે કહ્યા વગર ચાલે તેમ નથી. વૈદિક આર્યોંમાં દેવીપૂનનું સ્થાન બહુ ગૌણ છે. આર્યાં અસુરા અને દેવીપૂજને વિષય બહુ વિસ્તારથી ચર્ચવા જેવા છે પરંતુ તેને અહીં સ્થાન નથી. દેવીપૂજા મૂળથી આર્યંતર વર્ણની છે. આર્ય જનસમાજ મૂળથી પિતૃપ્રધાન છે. - Patriarchal--અસુર જનસમાજ મૂળથી માતૃપ્રધાન છે,--Matriarchal–એટલે અસુરમાં પુરુષદેવે કરતાં સ્રીદેવીનું મહત્ત્વ વધારે છે.૮૦ પશ્ચિમ એશિયાથી પશ્ચિમ હિંદુ સુધીની પ્રાચીન સંસ્કૃતિમાં આવેલી પૂનનું મહત્ત્વ સિદ્ધ થએલું છે.૮૧ એટલે હાલ શક્તિસંપ્રદાય અને દેવીપૂજા જે રીતે ચાલે છે તેનું મૂળ સ્વરૂપ અસુર લોકાની પ્રાચીન દેવીપૂજામાં હોય એમ સમન્વય છે.૮૨ આ રીતે શ્વેતાં ચંડીએ દૈત્યોને માર્યાં એ વાત તારકને સ્કંદે માર્યાં એટલી જ વિચિત્ર લાગે છે. જાતિઓના મિશ્રણ પછી જ આ વાત ઉત્પન્ન થએલી જણાય છે; અને વિસ્તારના ભયથી એ ચર્ચા અહીં થઈ શકે તેમ નથી.૮૩ દેવીપૂનનું ૮૦ Asura in India. P. P. 101થી 135 પ્રેો. બેનરજી શાસ્રીએ આ બાબત બહુ વિસ્તારથી અને મનનયેાગ્ય ચર્ચા કરી છે. આ લેખમાં એ લાંબી ચર્ચાને સ્થાન નથી. આખી યે ચર્ચા બહુ રસમય છે. વૈદિક દેવીએ અસુરાની અને પશ્ચિમ એશિયાની દેવીએ સાથે સામ્ય, વગેરે ચર્ચા પણ કરી છે. ૮૧ Marshall Mohanjo Daro. Vol. I. chapter on Religion. ૮૨ એ જ I. P. 57. ધર્મ ઉપરનું પ્રકરણ જુએ. મેહેન-જો-ડેરાની મહાર છાપે! ઉકેલવાને કેટલાક પ્રયત્ન થયા છે. એમાં સંતેાષકારક કયા પ્રયત્ન તે તેા ભવિષ્ય કહેશે. ઈ. સ. ૧૯૩૨ના Indian His. Qur. માં શ્રીયુત ૐના. પ્રાણનાથે એ લિપિ ઉકેલવા નવા પ્રયત્ન કર્યાં છે. તેના બીજો ભાગ જોવા જેવે છે. એમાં શિવ અને દેવપૂજા વિષે ઉલ્લેખા છે. એ તપાસવાનું આ સ્થાન નથી, એ લિપિમાં એ લેખકને ગૈારીશ, નાગેશ, નગેશ, શિશ્ન, હી, કલી, શ્રી. વગેરે બેસાડયુ છે અને સુમેરિયન દેવદેવી ઉપર પણ લખેલું છે. તાંત્રિકપૂજાએ ઉપર પણ પ્રકાા નાખ્યા છે. મેહેન-જો-ડેરાના લેખકા ગૂજરાત અને દ્રાવિડ દેશની દેવીપૂજનનું મૂળ સિંધુની સંસ્કૃતિની દેવીપૂજામાં જુએ છે. આ પૂજાએ પાછળની શાકતાની પૂતએથી જુદી છે, પરંતુ શાકાની પૂજાનું મૂળ એમાં હાય. આવી ગ્રામદેવતાએ ગૂજરાત અને દક્ષિણમાં ધણી છે,અને એ બધી આર્યંતર છે. કુટુંબ કુટુંબ અને ગામ ગામની જુદી દેવીએ છે. ગુજરાતમાં આવી દેવીઓનાં મંદિર ઘણાં છે. તેમનાં નામે આર્યભાષાનાં નથી પણ અનાર્ય મૂળ સૂચવે છે. સ્કંદપુરાણમાં કામારિકાખંડમાં કુમારિકાક્ષેત્ર અથવા સ્તંભતીર્થની આસપાસ એવી દેવીઓનાં નામેા આપ્યાં છે. અ, ૪૭માં ગુહે. (કંદ) સિદ્ધાંબિકાએ થાપી અને નારદે દક્ષિણમાં તારા સ્થાપી, ભાસ્કરા, ચેાગનંદિનીનાં નામે આપેલાં છે, તે પછી નારદે નવદુર્ગા થાપ્યાનું લખે છે. એમાં ત્રિપુરા અને કાલંબાનું નામ છે. કપાલેધરી સુવર્ણાક્ષીનાં નામ પણ છે. (અ. ૬૨) વટયક્ષિણી-વસૂચીની ઉત્પત્તિ પણ ત્યાં કહેલી છે. નારદે સ્થાપેલી કુલ ચાદ સિદ્ધાંખિકાએ લખી છે. . ૬૫માં લેાહાણામ્ય કેલેશ્વરી, વત્સરાજના નામ ઉપરથી વત્સેધરી; આ વત્સેધરી અટ્ટાલજ ગ્રામ પાસે વત્સરાજ અટ્ટાલયા નામની રાક્ષસીને મારશે ત્યાં છે. આ ગામ તે હાલનું અડાલજ કહેવાય છે. એટલે અહીં કામારિકાક્ષેત્રની હદ અડાલજ સુધી લીધી. આગળ મહીસાગરની પાસે ધર્મારણ્યક્ષેત્રમાં એ સ્થળ છે એમ લખ્યું છે એથી અડાલજ સિદ્ધ થાય છે. ગય નામના દૈત્યને મારવાથી ગય ત્રાડેશ્વરી થશે. આ ગત્રાડ ગામ અમદાવાદ પાસે છે ત્યાં છે. અહીં દૈત્યને મારવાની વાત રિવાજ પ્રમાણે પુરાણકારે નાખી છે. બાકી આ બધી ગ્રામ દેવતાએ છે. હાલ ખેાડિયાર, વિસત વગેરે ઘણી માતાએ ગુજરાતમાં આર્યેતર મૂળ રવરૂપમાં દેવીપૂજાનું સૂચન કરે છે. દ્રાવિડ દેશમાં આનું ઘણું સામ્ય છે. પરંતુ હિંદના બીજા પ્રાંતામાં નથી. બીજા પ્રાંતામાં પાછળથી થએલી શાસ્રાક્ત દેવીએ પૂજાય છે. જે ગુજરાતમાં પણ છે. પ્રેા. બેનરજી તેા કાલી, દુર્ગા વગેરે પણ અસુરના સંબંધની ગણે છે. પરંતુ માહેન-જો-ડેરે ના લેખકો એ દેવીએથી આ ગ્રામદેવતાઓને જુદી પાડે છે. ૮૩ પ્રા. બેનરજી લખે છે કે સ્ત્રીસન્માનની ભાવના આર્યામાં નહાતી પણ અસુરમાં હતી. કારણ અસુરજનસમાજ માતૃ For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy