SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૫ પરિશિષ્ટ બી છેવટનું મુખ હતું એમ પણ ગ્રીક લેખકોના મત ઉપરથી વિદ્વાને માને છે.૪૧ એનો અર્થ એટલો જ છે કે સિંધુ અને એની બીજી સહચરીઓ પૂર્વમાં રાજપૂતાનાના રણમાં પશ્ચિમ ભાગ સુધી વહેતી હતી. વેદમાં સાત સાત સખીઓવાળી ત્રણ મહાનદીઓ કહેલી છે.૪૨ તેમાં પહેલી સિંધુ, બીજી સરસ્વતી, અને ત્રીજી ગંગા સાથે અહીં સંબંધ નથી. સિંધુ અને સરસ્વતી પિતાની સાત સાત શાખાઓ સહિત સ્વતંત્ર રીતે સમુદ્રને મળતી. એટલે સિંધુનાં મુખ હાલના કચ્છના મોટા રણની જગ્યાએ માનીએ તો સરસ્વતી પણ એ જ દિશામાં સમુદ્રને મળતી હોવાથી કચ્છના રણના નીચલા ભાગમાં કે એથી સહેજ દક્ષિણે એનું મુખ હેવું જોઈએ એમ માનવું પડે.૪૩ મહાભારત પ્રમાણે સિંધુ અને સરસ્વતીનાં મુખ છેક પાસે પાસે નથી, અને સરસ્વતીના મુખને સિંધુના મુખ કરતાં પ્રભાસનું સાહચર્ય વધારે છે અને પુરાણે એને ટેકો આપે છે તે જોતાં કચ્છના રણમાં જ ઉપર નીચે સિંધુ અને સરસ્વતી અને સમુદ્રને મળતી એમ માનવાને વાંધો આવે છે. બીઆસ નદી સ્વતંત્ર રીતે સમુદ્રને મળતી અને એનું મુખ સિંધુના મુખની પાસે હતું 89 Ptolemy's Ancient India: Mcerindle: (Bengal) P. 33-37. član Ryti uid Yu Tua Lee તેમાં પૂર્વ તરફનું મુખ કચ્છના રણમાં પૂર્વોત્તર ખૂણામાં પડતી લુણી નદીને “લીબારાએ નામથી કહે છે. ટેલેમી (ઈ.સ. ૨૫૦ લગભગ) સરરવતાને ધ્યાનમાં લેતો લાગતો નથી. સિધુ પછી ગંગાનાં મુખ ગણાવે છે. આ ગણત્રોએ ઘણાને ભ્રમમાં નાખ્યા છે. ટોલેમીની ભૂગોળને અક્ષરશઃ સત્ય માનીને અમરનાથ દાસે જે ગોટાળો ઊભો કર્યો છે તે આગળ જઈશું. પરંતુ મેકક્કીંડલ પણ ગોટાળામાં પડે છે. ટોલેમી કહે છે કે ગંગાનાં મુખમાં જમણું અથવા પશ્ચિમનું મુખ કુંબીન' (Kambyson) છે. અને ડાબું અગર પૂર્વનું મુખ કંબેરિ ખાન છે. મેકક્રીન્ડલ ટૅલેમી ઉપર ચર્ચા કરતાં કહે છે ટોલેમી (પૃ. ૧૦૧) બંગાની આ ત્રણ મુખ્ય શાખાઓને ગંગાને સરસવતી સાથે સંબંધ ત્રિવેણી આગળ થાય છે ત્યાંથી જુદી પડે છે. ત્રવિણીથી સરસ્વતી કંબીન મુખમાં પશ્ચિમમાં ગઈ અને જમના જુદી પડી વચ્ચેના મુખમાં ગઈ અને પૂર્વ તરફની ગંગા તે હાલની પલ્લા નદી. હવે આ ત્રિવેણીને ઉપલી અસંભવિત ઘટના બંધ બેસાડવા બંગાળમાં શોધે છે, અને કોઈપણ ત્રણ નદીઆ મળી તેને ત્રિવેણી કહેવાના રિવાજને ભૂલી બંગાળમાં ત્રિવેણીને લાવે છે. ટેલેમીના વર્ણન ઉપરથી તે પ્રસિદ્ધ અલાહાબાદની ત્રિવેણી જ છે. આ આખા વર્ણનમાં ટોલેમીથી આજ સુધીને ગોટાળો ચાલેલો છે. ઊલટું એનું વર્ણન બતાવે છે કે એણે સિંધુ પછી તુરત ગંગાનાં મુખ ગમે તેમ લીધાં છે અને પોતે હિંદ આવેલો નથી એટલે સાંભળેલું લખ્યું છે. એટલે સિંધુથી હિંદની આખી પહેળાઈમાં ગંગાનાં મુખ પાથર્યા છે અને કેબીનમાં મધ્ય હિંદમાંથી છૂટી પડી પશ્ચિમમાં આવેલી ગંગા અથવા ભાગીરથી તે સરસ્વતી એ પરંપરાને ટેકો આપે છે. એને હાલ બંગાળના ઉપસાગરમાં ખેળવી એ ભ્રમ કૅમ્બીન પણ થંભતીર્થ કે કુંભપુરને મટેકે ન આપી શકે? ભાગીરથી ગંગા સરસ્વતીનું નાનું નામ છે તે આગળ જોઇશું. સરસવતીનું પાવન પંણા ઉપર ગયું અને ગંગા પૂર્વમાં ગઈ તે સાથે કેટલીક પરંપરા પણ પશ્ચિમમાંથી પૂર્વમાં ગઈ. ૪૨ વેદ ૧૦-૭૫. આમાં 5 સપ્ત સY 2ધા ફ્રિ મુ: એમ સાત સાતના ત્રણ મહાનદીઓના પ્રવાહને ઉલ્લેખ છે, અને સિંધુને મેટી કહેલી જણાય છે. અનુક્રમ ગંગાથી પશ્ચિમ તરફના લીધે છે. બંને ને મુને સરસ્વતી શુદ્ધિ સ્તો સવતા પાગ્યા || શિવન્યા મહાવિતસ્તયાજ્ઞવી રાખુલ્લા મુમચા || એ પછી રસા સિંધુ કુભા ગોમતીએ ઈત્યાદિ નામ આપે છે. આ સપ્ત પાછળનું હોઈ ગંગાયમુનાના પ્રદેશની પાર આર્ય સંસ્કૃતિ ગયાનું સૂચવે છે. આ નદીએનાં નામ હાલની નદીઓની સાથે બેસાડવા પ્રયત્ન થયા છે, પરંતુ તે બધા સફળ થએલા નથી. આ સ ત વૈદિક ઋષિનું ભૌગોલિક જ્ઞાન બતાવે છે. ૪૩ કરછના રણના ઉપલા ભાગમાં સિંધુ અને બીઆસનાં મુખ હતાં અને કચ્છનો અખાત સરરવતીનું મુખ હોય એમ કોઇ કહે પરંતુ એમાં આખી યે પિરાણિક પરંપરા અને પ્રભાસ આગળના સંગમને વાંધો આવે.સિદ્ધપુરવાળી સરસ્વતીને સરસ્વતી માનનારા કચછને અખાત સામે જ હોવાથી એને એનું મુખ માને છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy