SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ પરિશિષ્ટ માં વૈદિક સરસવતી વેદમાં સરસ્વતી નદીનું વર્ણન વાંચતાં એ નદી હાલના ઉપર ગણાવેલા ત્રણ વહેળાઓમાંથી એકે નથી એમ સ્પષ્ટ સમજાય છે. વેદમાં પર્વતથી સમુદ્ર સુધી અખલિત પ્રવાહથી વહેતી નદી એને કહી છે. વિનશન તીર્થે કે બીજી કોઈ જગ્યાએ એને ગુમ થતી કહી નથી. એને એની બધી સખીઓમાં સર્વથી મોટી કહી છે.૭ એને રણમાં મળનારી કે કુમારી નદી કહી નથી. એને અન્ન, દ્રવ્ય, વિજય આપનારી કહી છે.૮ વીર પત્ની કહી છે. બહુ વેગવાળા પ્રવાહવાળી અને સમુદ્ર જેવી કહી છે.૧૦ સિંધુ નદીથી એનું વર્ણન કઈ રીતે ઊતરતું નથી.૧૧ એથી કરીને કેટલાક યુરોપીય વિદ્વાન એને સિંધુનું બીજું નામ માને છે. પરંતુ વેદમાં એ બે નદીઓ સ્પષ્ટ જુદી લખેલી છે.૧૩ પવિત્રતામાં સિંધુ કરતાં એ ચઢે છે. હાલ ગંગાનું જેટલું પવનત્વ મનાય છે તે બધું વેદકાળમાં સરસ્વતીનું મનાતું. ગગાનું નામ સર્વેદમાં બે જ વાર આવે છે.૧૪ સિંધુ અને સરસ્વતીનું નામ ઘણીવાર આવે છે અને સરસ્વતીની સ્તુતિનાં તો પ કદ ૧-૩-૧૨; ૬-પર-૬; ૨-૪૧-૧૬માં નદી માં સૈથી મેટી, નહીતમાં કહી છે તે જોવું. ૬-૬૧-૨ અને ૮માં જબરદસ્ત પ્રવાહ માટે ઉલ્લેખ છે. ६. ७-८५-२. एका चेत्सरस्वती नदीनां शुचिर्यतीगिरिभ्यऽआसमुद्रात् ।। ૭ ક. ૭-૯૫–૧. કોસા ઇતિ સૂક્તમાં વિશ્વાસપોરિના સયુરન્યાઃ || ૮ ક. ૭-૯૫. આખું સક્ત; ૧૦-૩૦-૨ અને ૧-૮૯-૩ અને ૧-૧૬૪-૪૯, ૭-૯૬-૩ સરસ્વતીને વાજિનીવતી કહી છે તેનો અર્થ ઘોડાવાળી નહિ પણ દ્રવ્યવાળી એવો કહે છે. જોકે સરસ્વતી અને સિંધુ મારફતે એ સમયમાં ઘોડા હિંદુસ્તાનમાં આવતા હતા. ૯ ક. ૬-૪૯-૭. આમાં સાયણાચાર્ય પ્રજાપતિ એવો અર્થ કરે છે તે બરાબર નથી. ક. ૧-૧૦૪-૪માં સરસ્વતીને માટે એકલો વીર પત્ની શબ્દ વાપરેલો છે. ૧૦ ક. ૬-૧-૧૩ મણાં સાતમાં || ૭-૯પ-૧ અને ૨; ૭-૯૬–૧ અર્થ શબ્દ સરસવતીને માટે વાપરેલ છે. અર્ણવ શબ્દ અર્ણમાંથી થયે છે. કેટલાક અર્થ એટલે બહુ પાણી એટલો જ અર્થ કરે છે. તે માટે આગળ ચર્ચા કરીશું. ૧૧ એને સપ્ત સ્વસા-સાત બહેનેવાળી કહી છે અને બધી નદીઓમાં મોટી કહી છે. જુઓ ક. ૬-૬૧-૧૦ અને ૭-૩૬-૬. માવત સા રાસ: વાપરાના: સરસ્વત સપ્તથસિંધુમાતા સપ્તસિંધુની પેઠે સંત સારરવત પણ કહેવાય છે. ૧૨ Zimmer એ પ્રમાણે માને છે, સરસવતી વેદના વર્ણન સાથે હાલ સિંધુ સિવાય બીજી કઈ નદી બંધબેસતી ન આવવાથી ઝીમરે આવી રીતે ટૂંકે ઉકેલ આર્યો છે. હિલબ્રેન્ટ (Hillebrant) એને આર્કેસિયા (Archosia)માં આવેલી નદી માને છે. લૅસન એને હાલની સુરરવતી માને છે. મેક્ષમૂલર લૅસનના મતને મળી ઉમેરે છે કે હાલની સરસ્વતી વેદકાળ પછી બદલાઇ અને તે રણમાં થઈ સમુદ્રને મળતી. મેંકડોનેલ પારાવતો એને તીરે હતા તે ઉપરથી હાલની સરસ્વતી છે તે જ માને છે અને રણમાં નાશ પામી એમ કહે છે. વિદમાં સમુદ્રને મળવાને સ્પષ્ટ ઉલ્લેખ છે તેને માટે એ એમ કહે છે કે વૈદિક માષિને એના પ્રવાહની અને મુખની ખબર નહિ હોય. ઉપરનો ઝીમરનો મત તે હાલ કોઈ માનતું નથી. ૧૩ મવેદ ૧-૧૨૨-૬; ૧-૧૨૬-૧; ૪-૫૪-૬, ૫-૫૩-૯, ૭-૯૬-૧; ૮-૧૨-૩; ૧૦-૬૪-૬; ૧૦-૭૫-૫. ૧૪ સરસ્વતીની દેવી અને નદી તરીકે જે પ્રાર્થનાઓ છે એવી સિંધુની નથી. ઉપર જણાવેલા બધા વેદમંત્રોમાં સરરવતીની સ્વતિ આવે છે. વિશ્વદેવામાં એને સ્થાન છે. એને લીધે બ્રહ્યાવર્ત પવિત્ર ગણાયું. ગંગાનું નામ કદમાં બે જ વખત (૬-૪૫-૩૧ અને ૧૦-૭૫-૫) આવે છે. વૈદિક સરસ્વતી લુપ્ત થયા પછી એનું સઘળું પાવનત્વ ગંગા ઉપર આરોપાયું એમ જણાય છે. જે. પૂર (0. Sanks Texts V. ૩૩6) લખે છે કે “The Saraswati, thus appears to have been to the early Indians what the Ganges became to their descendants.” સૂતા, વર્ગમાંથી ઊતરેલી, પાવન કરતી For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy