________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૬
પરિશિષ્ટ ૧ દેશને અનેક પ્રકારનો એવો તો નિકટનો સંબંધ હતો ૪૭ કે ઉપર જણાવેલી કોઈ પ્રકારની સ્તંભ પૂજા સિંધ અને ગૂજરાત કાઠિયાવાડને કિનારે આવી હોય તો નવાઈ નથી; અને જ્યારે લિંગપૂજા શિવના લિંગની પૂજા સાથે અને શિવના મત સાથે જોડાઈ ગઈ ત્યારે એવા સ્તો શિવલિંગ તરીકે પૂજાયા હોય એ પણ અસંભવિત નથી.૪૮ શનિની ખંભાકાર પૂજા માટે એક વિચિત્ર દાખલો પુરાણમાં મળે છે. સ્કંદ પુરાણ કહે છે કે શનિએ મહીસાગર સંગમ ઉપર શનિદેશમાં શિવનું લિંગ પૂર્યું.૪૯ વળી ગ્રહભક્તિમાં શનિની સ્તુતિમાં શનિને સૌરાષ્ટ્ર દેશનો કહ્યો છે. સ્કંદ પુરાણનું વર્ણન માહેશ્વર ધર્મોની વૃદ્ધિ માટે હોવાથી શનિએ શિવલિંગ પૂજયું એમ લખ્યું છે. પરંતુ ઉપરની વાતને આ પૌરાણિક વાત સાથે ઘટાવતાં શનિનો શિવલિંગ સાથે સંબંધ થવામાં ગુજરાતના કિનારા ઉપર પણ આ સ્તંભ પૂજા કારણભૂત હોય અને ખરી પરંપરા લુપ્ત થઈ હોય. હિંદમાં સ્તંભ પૂજા
પાનમાં સ્તંભ પૂજા હોય અને પાછળથી તે શિવલિંગપૂજામાં મળી ગઈ હોય એમ માનવાને કારણ મળે એવા દાખલા છે. પંજાબમાં એક ગામમાં સ્તંભ સ્વતંત્ર રીતે પૂજાય છે અને એને ઘુંમળ અગર
મસાહેબ કહે છે.૫૦ આંધ્રમાં સિંહાચલ પાસે એક મંદિરની બહાર એક લિગાકાર પથ્થર છે; અને તે શિવનું લિંગ નથી, પરંતુ એને “કંભતંભ' કહે છે. આ શબ્દમાં દંભ–ખંભ અને સ્તંભ બને પર્યાય ભેગા વાપર્યા છે એ ખાસ સૂચક છે. વંધ્યા સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે એને પૂછ આલિંગન દે છે. આ હકીકત એનું મૂળ સ્તંભ પૂજા અને શિશ્નપૂજામાં છે એમ સૂચવે છે. કાઠીઆવાડમાં પણ એક મહાદેવની એ રીતે પૂજા થાય છે, પણ એને શિવલિંગ તરીકે હાલ માને છે.૫૧ સ્કંદપુરાણમાં તારકાસુર દેવોને હરાવી મહીસાગર ઉપર પોતાના નગરમાં ગાદીએ બેઠે ત્યારે દેવોના અધિકાર પોતાના દૈત્યોને સોંપ્યા એમાં પોતે ઇંદ્રનો અધિકાર લીધો અને નિમિને અગ્નિને, કાલનિમિતે યમ, નિઋતિને સ્તંભને
દેવદેવીઓને એક કરી નાતજાતના ભેદ વગર પિતાના વાડામાં લઈ લીધા છે. આ માટેનું સાહિત્ય છે, અને વિપુલ છે. એને ઇતિહાસ ઉત્તર કરતાં દક્ષિણ હિંદના આગમદિ પુસ્તકમાંથી મળે છે. શિશ્નપૂજાને -શિવ સંપ્રદાય એક થયા પછી વૈદિકએ ગ્રહણ કર્યા હશે અને એ પૂજા અસલના જંગલીઓ હશે એમ હૈ. ભાંડારકર એમને Whaishnavism & Shaivism નામના નિબંધમાં કહે છે. પરંતુ પતંજલિના સમયમાં લિંગપૂજા નહતી એમ એ લખે છે એનો અર્થ વૈદિકમાં નહતી એટલે જ થાય. ૪૭ Sir J. Marshall: Mohenjo Daro. I. પ્રકરણ ૫, ૭ અને ૮. ૪૮ Crooke: Hinduism: Enc. of Rel. & Ethics VI. A. J. Evansને મત ટાંકતાં લખે છે કે અશાકને સ્તંભ શિવલિગ તરીકે પૂજાય છે. Vol. XI. માં R.W. Frazer Shaivism ઉપર લેખ છે (પૃ. ૯૧થી ૯૬) એમાં દક્ષિણ હિંદમાં સાધુઓની સમાધિઓ શિવમંદિરમાં (લિંગ તરીકે) પૂજાવા લાગી એમ લખે છે, કારણકે એ સમાધિ અગર વિરકલનો આકાર લિંગ જેવો છે. Barth એમના Religion of India પૃ. ૨૭૧માં પણ અશોકના સ્તંભ શિવલિંગ તરીકે પૂજાતા એ માટે લખે છે. આમ હોવાથી બીજા સ્તંભો પણ શિવલિગો તરીકે પૂજાયા હેય. ૪૯ કે. પુ. કે. નં. અ. ૧૩. શ્લો. ૧૫૮. રનિશામાવર્તિાનાતિનામવા નિરો મધ્યરાત્રી મહીલા રાખે ૫૦ આ હકીકત પંડિત હીરાનંદજી જે પંજાબના Government Epigraphist for India છે એમણે આપી છે. પ૧ કાડીઆવાડ સર્વસંગ્રહ: પૃ. ૪૯૪. પ્રાચી લંડ આગળ સરસ્વતીને તીરે બટેશ્વર મહાદેવ છે. લિંગ ઘણું જ મેટું છે અને વંધ્યા સ્ત્રીઓ તેને ભેટી શકે તે સંતાન થાય.
For Private and Personal Use Only