SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ગ્ર ૧૬૩ રહે છે તેથી એ લિંગનું-શિશ્નનું પ્રતીક મનાવા લાગે. પશ્ચિમ એશિયાના દેશોમાં કોઈ દેવને ઊર્વ અગર ટટાર erect, high, એવાં વિશેષણે લગાડેલાં ભણતાં તો એનું મૂળ લિંગની ભાવનામાં મનાતું. ૧૯ કેટલીક વાર ભિન્નભિન્ન દેવેનું સ્તંભાકારમાં પૂજન થતું તો કેટલીકવાર એક જ દેવતાનું પશ્ચિમ એશિયાના જુદાજુદા દેશોમાં જુદે જુદે નામે પૂજન થતું.૨૦ પરંતુ એ બધાને આકાર સ્તંભ સ્વરૂપ જ હતો. એસીરિયા અને ઐબિલોનમાં તંભ પૂજા બહુ જૂની હતી. ત્યાંની “અશિ (Ashirtu) નામની દેવતાનું પૂજન, અને એ દેવતાનું ફીનિશિયા અને દક્ષિણે અરબસ્તાનમાં “અથિરત” (Athirat) નામથી થતું પૂજન સંભાકાર મૂર્તિથી થતું. ૨૧ ઉત્તર સેમેટિક પ્રદેશની પેઠે દક્ષિણ સેમેટિક પ્રદેશ એટલે અરબસ્તાનની આસપાસના ભાગમાં પણ આપણા સ્તંભની માફક એ શબ્દ (thirat) પ્રથમ સ્તંભના અર્થમાં અને પછી દેવના અર્થમાં વપરાવા માંડયો. ૨૨ સ્તંભનાં એ દેશેનાં ઉપર જણાવેલાં નામોમાં ચેડા થોડા ફેરફાર માલુમ પડે છે. હિબ્રુ અને ફિનિશિયન બોલીમાં એને “આશેરા” (Asherah) પણ કહે છે. આ “આશેરાની રે પાતળા સ્તંભ જેવી હતી અને એના ઉપર કોઈ વાર બાલચંદ્રની કલા અને કોઈ વાર સૂર્ય જેવું બિંબ કરતા. હિબ્રુ લોકમાં સ્તંભ સંપ્રદાય (cult of post) હતો અને એ કોઈ વાર મનુષ્યાકૃતિ અને કોઈવાર લિંગ (શિશ્ન)ની આકૃતિમાં પૂજતા.૨૩ કેટલાક પાશ્ચાત્ય લેખકેનું માનવું છે કે હિંદુઓની શિવલિંગપૂજા સ્વતંત્ર સ્તંભ પૂજામાંથી આવી હોય. પછી તે વેદના યજ્ઞને સ્તંભ કે દ્રાવિડી લોકની સ્તંભ પૂજા એ નક્કી થઈ શકતું નથી.૨૪ આ મત ધરાવનાર એક લેખક કહે છે કે સ્વતંત્ર સ્તંભ પૂજાનું કાંઈ પ્રમાણુ આજે હિંદુસ્તાનમાં મળતું નથી. આ બાબતમાં એ લેખકનો કેટલોક ભ્રમ છે. સ્તંભ પૂજા શિવલિંગપૂજામાં એવી તો ઓતપ્રોત થઈ ગઈ છે કે સ્વતંત્ર પુરાવા આજે ન મળે. છતાં એવી પૂજા હતી એટલું નક્કી કરવા પુરતો પૂરાવો તો મળશે અને એની ચર્ચા આપણે આગળ કરીશું. એક લેખક કહે છે કે હિંદમાં અશ્મ (પથ્થર) જુદે જુદે સ્વરૂપે પૂજાય છે. સામાન્ય પથ્થરથી માંડી કોતરેલા સ્તંભની પૂજા થાય છે. એ રીતના સ્તંભ કે એવા આકારની પ્રાચીન અમપૂજાને પાછળથી 1 ml: Poles & Posts: G.A. Barton: Enc. Rel. & Ethics X. 91-98; Westroph: Ancient Symbolism and Phallus worship; W. Crooke: Hinduism, Enc. Rel. & Ethics VI. 700. 20 Westropp: Ancient Symbol Worship and Influence of Phallic Idea etc. ૨૧ Poles & Posts: by G.A. Barton: Enc. of Religion & Ethics Vol. X. pp. 91-98. ૨૨ એ જ. એ લેખક એક લેખમાં લખે છે કે ખાસ કરીને અરબસ્તાનમાં ઈસ્લામના પહેલાંની મૂર્તિપૂજાના અવશેને ઈસ્લામના પ્રચાર પછી એ ભારે નાશ થયો છે કે મૂર્તિઓના સ્વરૂપ માટે સાહિત્યના ઉલ્લેખ સિવાય પૂલ આધાર કવચિત જ મળે. ૨૩ એ જ પૃ. ૯૪. લેખક કહે છે કે અરબસ્તાનની પેઠે એ દેવદેવીના સ્વરૂપમાં મનાવા લાગ્યો. પરંતુ આ બધામાં તે સમયમાં અર્થની ગૂંચવણ એવી હતી કે શેમાંથી શેનું સ્વરૂપ થયું તે સમજાતું નથી. પરંતુ બધાની મૂર્તિ સ્તંભાકાર હતી. It is probable that wherever the name of post became the name of a divinity, it was because of such confusion, but it is certain that among the Amorites and in Arabia the name of the post passed into the name of a goddess, and it is quite possible that it was so in Israel. આ ગૂંચવણ હિબ્રુ માટે હશે. ૨૪ એ જ પૂ. ૯૪, સ્તંભ પૂજાના શિવલિંગ સાથે શું સંબંધ એ ચર્ચા આગળ કરીશું. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy