________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ સત્તરમું જોવાલાયક સ્થળો
નગરા
0 ભાતનાં જોવાલાયક સ્થળોમાં ખંભાત શહેરનું વર્ણન અને એનાં જોવાલાયક સ્થળોનું
- વર્ણન પહેલું લખવાનું સામાન્ય રીતે મન થાય; પરંતુ ઇતિહાસ તેમજ પુરાતતાની દૃષ્ટિએ પહેલું વર્ણન નગરાનું કરીશું. ખંભાતથી ત્રણ ચાર માઈલ ઉત્તરમાં આ ગામ આવેલું છે અને આજે પણ ખંભાતનાં સારી સ્થિતિનાં ગામોમાં તે ગણાય છે. ખંભાતથી નગરા સુધી રસ્તો ઝાડવાળો અને રળિયામણો છે. નગરા એટલે જૂના નગરનાં ખંડેરો. મોઢેરાની પેઠે આ ગામ પણ પ્રાચીન ખંભાતને સ્થળે જે નગર હતું તેના ટેકરાઓ ઉપર વસેલું છે, પરંતુ છુટા ટેકરા ઉપર હેઈમોઢેરાની પેઠે દૂરથી દેખાતું નથી. આ ટેકરાઓમાં પ્રાચીન નગર દટાએલું છે. એમાંથી દોઢ ફૂટ લાંબી મોટી પુરાતન ઇટો ઘણીવાર નીકળી આવે છે.
આ નગરનું નામ એક વખતે નગરક હતું એમ નગરામાં આવેલા જયદિત્યના મંદિરના લેખ ઉપરથી જણાય છે. નગરક મહાસ્થાન અને નારદે વસાવેલું તે ઉપરથી મોટું બ્રાહ્મણ સંસ્થાન હાઈ ઘણું પ્રાચીન હોવાનું આગળ જોઈ ગયા છીએ. હાલના ટેકરાઓ ઉપર વસેલા નગરા ગામની આસપાસ અને ખાસ કરીને ઉત્તર બાજુ દોઢ બે માઈલ સુધી અનેક ખંડેરો જણાઈ આવે છે,
એટલે આ પ્રાચીન નગર વિસ્તાર કેટલો હશે તેને ખ્યાલ આવે છે. બ્રહ્માની મૂર્તિઓ નગરામાં કેટલાંક જોવાલાયક સ્થળો છે અને ગૂજરાતના ઇતિહાસના અભ્યાસીને એ હાલના ખંભાત કરતાં પણ વધારે મહત્ત્વનાં છે. સૌથી પહેલાં બ્રહ્મદેવની પ્રતિમા જેવા જેવી છે. પ્રતિભાવિધાનની દષ્ટિએ એનું વર્ણન કરેલું છે. આ મૂર્તિ નગરા ગામની પાસેથી નીકળેલી છે અને મોટી મનુષ્યાકૃતિના કદની છે. ત્રણે મુખ જે દેખાય છે તેને દાઢીમૂછ છે. આસપાસ બ્રહ્માજીની બે સ્ત્રીઓની જુદી મૂર્તિઓ છે. બ્રહ્માની મૂર્તિ આ રીતે હિંદુસ્તાનમાં આ ત્રીજી કહી શકાય. એક પુષ્કરમાં, બીજી ખેડબ્રહ્મામાં અને ત્રીજી નગરામાં. મૂર્તિ જતાં કે બીજા દેવના મંદિરમાં પેટા દેવ તરીકેની આ મૂર્તિ હોય એમ લાગ્યું નથી, પરંતુ એ સ્થળે બ્રહ્માનું સ્વતંત્ર મંદિર એક વેળાએ હશે એમ લાગે છે. બ્રહ્માની પૂજા થતી નથી એમ જે માનવામાં આવે છે તે ભૂલ છે. જોકે હાલ બ્રહ્માનાં સ્વતંત્ર મંદિર ફક્ત ઉપર કહ્યાં તે બે જ છે; પણ નગરાની મૂર્તિથી સ્પષ્ટ થાય છે કે બીજા પ્રાંતમાં ગમે તેમ હશે, પણ ગુજરાતમાં તે બ્રહ્માની પૂજા ખાસ હશે. આ મૂર્તિને હાલ એક નાના ઘરમાં રાખેલી છે અને એના ઉપર ગંદાં કપડાં પહેરાવી એના સુંદર શિલ્પને ઢાંકી દેવામાં આવે છે. બ્રહ્મા
૧ પ્રભાસપાટણની બાજુમાં જૂનાં પ્રભાસનાં દટાઈ ગએલાં ખંડેરે કહેવાય છે તેને પણ નગર કહે છે.
For Private and Personal Use Only