________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
ઉદ્યોગ-ધંધે-રાજગાર ગુજરાતી ભાષામાં કહેવત પડી છે. પરંતુ તેવાં તાળાં આજે જણાતાં નથી. મિઠાઈમાં ખંભાતની સુતરફેણ ઘણી વખણાય છે અને કવિ દલપતરામે “ખંભાતની ભલી સુત્રફેણ એ કડીમાં એને અમર કરી છે. હલવાસણ નામની એક બીજી મીઠાઈ પણ ખંભાતમાં વખણાય છે. આ સિવાય નાના ઉદ્યોગોમાં છ આટાનાં કારખાનાં, ચાર જીન, એક પ્રેસ, એક સાબુનું કારખાનું, એક બરફનું કારખાનું અને બે ગેળનાં કારખાનાં છે. હાથની શાળો ર૬૦૫ હતી તે ઘટીને ૨૫૭૬ ઈ.સ. ૧૯૩૦માં થઈ. એક રંગાટી કારખાનું અને એક લાકડાં પહેરવાનું કારખાનું પણ છે.
For Private and Personal Use Only