________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ નગીનદાસ મંગલચંદનો ટૂંક પરિચય.
ગુણવંતી ગુજરાતના સહામણ પાટણશહેરમાં જેઓશ્રીને જન્મ નગરશેઠ કુટુમ્બમાં વિસં. ૧૯૪૭ ના ફાગણ વદ ૬ ને દિવસે થયો હતો.
જેમના પિતાશ્રીનું નામ મંગલચંદ ઉત્તમચંદ અને માતાનું નામ ચુનીબાઈ હતું.
જેઓશ્રીને સંતતિમાં હાલ મુંબઈ સીકકાનગરમાં વસતા સુસંસ્કારી જ્ઞાનપિપાસુ સારાભાઈ નામના પુત્ર અને સ્વ. થયેલ તારાબેન પુત્રી હતાં.
જાતે વિશાશ્રીમાળી જૈનવાણીયા હતા, અને અભ્યાસ ગુજરાતી સાત ચોપડીનો હતો.
જેઓશ્રી નાતના અને સમાજના એક આગેવાન સગ્રહસ્થ અને વડોદરા સ્ટેટના ઈનામદાર હતા. જૈન સમાજ અને પાટણશહેરના એક પ્રેમી સજ્જન હતા.
ધાર્મિક અને સામાજિક કાર્યો નિડરપણે કરી તેનો ઉકેલ લાવતા હતા.
મણીયાતી પાડામાં એમના કુટુમ્બના દેરાસરમાં સહસકોટી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિદિન પૂજા કરતા હતા.
For Private And Personal Use Only