________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LATES
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
Ile|
પ્રમાણે પ્રભુનું કહેલું સાંભળીને મેઘકુમારને જાતિસ્મરણ થયું. પોતાના પૂર્વના બન્ને ભવ સંભારીને મેઘકુમારને વૈરાગ્ય થયો, અને પ્રભુને નમીને બોલ્યો કે - “હે નાથ ! હે સ્વામી ! આપ ચિરકાલ જયવંતા વર્તો. જેમ હું ઉન્માર્ગે જતા રથને કુશળ સારથિ ખરે માર્ગે લાવે, તેમ આપ મને ફરીથી સન્માર્ગે લાવ્યા. પ્રભુ ! આપે મારો ઉદ્ધાર કર્યો” એવી રીતે પ્રતિબોધ પામેલો મેઘકુમાર ચારિત્રને વિષે સ્થિર થયો. અને એવો અભિગ્રહ લીધો || કે - આજથી મારે બે નેત્રો સિવાય શરીરના બીજા અવયવોની શુશ્રુષા ગમે તેવું સંકટ પડે તો પણ ન કરવી. એવો યાવજીવ સુધીનો અભિગ્રહ કરી, નિરતિચારપણે ચારિત્ર પાલી, તીવ્ર તપ તપી, અંતે એક માસની સંલેખના કરી, વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે. આવી રીતે ભગવાન્ ધર્મરૂપી રથના સારથિ છે. ઇતિ મેઘકુમાર દષ્ટાંત. "पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं" ॥१॥
// પ્રથમ વ્યારણ્યાનું સમાપ્ત /
૫૬
For Private and Personal Use Only