________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
(वासावासं पज्जोसवियाणं नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा जाव उवस्सयाओ सत्तघरंतरं संखडिं 'સન્નિયદુવારિસ કૃત્તÇ) ચોમાસુ રહેલા સન્નિવૃત્તચારી એટલે નિષિદ્ધ કરેલાં ઘરથી પાછા ફર્યા છતા ભિક્ષા માટે બીજે જનારા એવા સાધુઓ અને સાધ્વીઓએ ઉપાશ્રયથી આરંભી સાત ઘરને વિષે સંખડિ એટલે ચ ઓદનપાક પ્રતિ ત્યાં આહાર ગ્રહણ કરવા જવું કલ્પે નહિ. તાત્પર્ય કે - એક ઉપાશ્રય એટલે શય્યાત૨ને ઘે૨ અને તેની સમીપનાં બીજાં છ ઘેરે ભિક્ષા માટે જવું નહિ, કેમકે તેઓ નજીકમાં હોવાથી સાધુગુણના રાગી થવાથી ઉદ્ગમાદિ દોષયુક્ત ભિક્ષા આપવાનો સંભવ છે. ઘણા આચાર્યો તો એવી વ્યાખ્યા કરે છે કે - સંખડિ એટલે જયાં ઘણા માણસો જમવા માટે એક્ઠા થયા હોય તે જમણવા૨માં જવું કલ્પે નહિ. હવે સૂત્રકાર મહારાજ મતાંતર દર્શાવે છે - (ì પુળ વમાöસુ-) કેટલાએક એમ કહે છે કે -
(નો પ્પડ઼ નાવ વસયાઓ પરેળ સંઅહિં સન્નિયટ્ટારિસ વૃત્ત) નિષિદ્ધ કરેલાં ઘરથી બીજે જનારા સાધુ-સાધ્વીને ઉપાશ્રયથી આરંભી ત્યાર પછીના સાત ઘરોને વિષે સંખડિ પ્રતિ-ભિક્ષા ગ્રહણ કરવા જવું કલ્પે નહિ, એટલે એક શય્યાતરનું ઘર તથા ત્યાર પછીનાં સાત ઘર વર્ષે. (જ્ઞે પુળ વમાöસુ-)વળી કેટલાએક
૧. અહીં બહુવચનને ઠેકાણે એકવચન વાપર્યું છે, તેથી અર્થ કરતાં બહુવચન સમજવુ સન્નિવૃત્તચારિણામ્. ૨. ‘સન્નિવૃત્ત’ એટલે નિષિદ્ધ ઘરથી પાછા ફર્યા છતા ‘ચારી’ એટલે અન્ય ઘે૨ ભિક્ષા માટે જનારા. ૩. સંસ્કૃતિ-સંસ્કાર, એટલે ઓદનાદિનું રંધન-પચન-પાકવું.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir HN
નવમં
વ્યાખ્યાનમ્
૫૯૦