________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
અને નિરુક્તિ એ છ અંગ કહેવાય, તે અંગના વિસ્તારપૂર્વક અર્થ જણાવનાર ઉપાંગ કહેવાય. (૨૩ä || વેરા સર પર વાર ઘાર) વળી ચારે વેદને બરાબર સંભારી રાખશે, ચારે વેદમાં પારગામી થશે, કોઈ અશુદ્ધ પાઠ ભણશે તો તેને વારશે, વળી વેદના પાઠોને પોતે શુદ્ધ રીતે ધારી રાખશે. (સવંગવો) વળી તે પુત્ર છએ અંગનો વિચાર કરનારો થશે. ( તંતવિસારy) ષષ્ટિતંત્રમાં એટલે કપિલના શાસ્ત્રમાં વિશારદ થશે (સંપાળ) સંખ્યાશાસ્ત્ર એટલે લીલાવતી પ્રમુખ ગણિત શાસ્ત્રમાં પ્રવીણ થશે. જેમ એક સ્તંભનો અરધો ભાગ પાણીમાં છે, બારમો ભાગ કાદવમાં છે - છઠ્ઠો ભાગ વેળમાં છે, અને દોઢ હાથ બહાર દેખાય છે, ત્યારે તે ખંભ કેટલા હાથનો હશે? જવાબ – છ હાથનો તે સ્તંભ જાણવો. ઇત્યાદિ ગણિતશાસ્ત્રમાં કુશલ થશે. (સિબ્રિા) આચાર સંબંધી ગ્રન્થનો જાણકાર થશે. (વિજ્ઞાન) અક્ષરોના આમ્નાયગ્રન્થોમાં તથા યજ્ઞ | વિગેરેના વિલિશાસ્ત્રોમાં નિપુણ થશે.
(વાર) ઐન્દ્ર, જૈનેન્દ્ર, વિગેરે વીશ જાતના વ્યાકરણમાં પંડિત થશે. (ઇ) છંદ શાસ્ત્રમાં પ્રવીણ થશે. (નિ) પદોની વ્યુત્પત્તિરૂપ ટીકા વિગેરેમાં પારગામી થશે. (નોસીય) જ્યોતિષ શાસ્ત્ર-ગ્રહોનું ચાલવું, * ઉત્તરાયણ, દક્ષિણાયન વિગેરેનો જાણકાર થશે. (
૩સુ વહુ, માસુ) બ્રાહ્મણોને હિતકર એવાં બીજાં
E
For Private and Personal Use Only