________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
ચિતાઓને સિંચન કરી. જ્યારે તે શરીરોમાંથી અસ્થિ (હાડકાં) સિવાય બાકીની બધી ધાતુઓ દગ્ધ થઈ ગઈ, ત્યારે ઇન્દ્રના હુકમથી મેઘકુમાર દેવોએ તે ત્રણે ચિતાઓને જલ વડે ઠારી. પછી પોતાના વિમાનમાં પ્રતિમાની જેમ પૂજા કરવા માટે સૌધર્મેન્દ્ર પ્રભુની ઉપલી જમણી દાઢા ગ્રહણ કરી; ઈશાનેન્દ્રે ઉપલી ડાબી દાઢા ગ્રહણ કરી, ચમરેન્દ્રે નીચેની જમણી દાઢા ગ્રહણ કરી, બલીન્દ્રે નીચેની ડાબી દાઢા ગ્રહણ કરી; અને બાકીના દેવોએ કેટલાકે જિનભક્તિથી, કેટલાકે પોતાનો આચાર જાણીને અને કેટલાકે ધર્મ સમજીને પ્રભુના શરીરમાંથી બાકી રહેલાં અંગોપાંગનાં અસ્થિ ગ્રહણ કર્યાં. પછી ઇન્દ્રે તે ચિતાઓને સ્થાને એક જિનેશ્વર ભગવંતનો, એક ગણધરોનો, અને એક બાકીના મુનિઓનો; એમ ત્રણ રત્નમય સ્તૂપ કરાવ્યા. ત્યાર પછી શક્રાદિ દેવો નંદીશ્વર દ્વીપે જઈ અઠ્ઠાઇ મહોત્સવ કરીને પોતપોતાના વિમાનમાં ગયા. ત્યાં પોતપોતાની સભામાં વજ્રમય દાબડાઓમાં જિનદાઢાઓ મૂકી સુગંધી પદાર્થો માલા વિગેરે વડે તેઓની પૂજા કરવા લાગ્યા ||૨૨ના
(સમસ નું ગહનો હોસનિયલ્સ નાવ સવતુવપદીળસ્ત્ર) સર્વદુ:ખથી મુક્ત અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવ પ્રભુના નિર્વાણ કાલથી તિળિ વાસા ગનવમાં ૫ માસા વિડ્વયંતા) ત્રણ વરસ અને સાડા આઠ માસ વ્યતીત થયા. (તો વિ ) ત્યાર પછી પણ (મ્યા સાથરોવમોડાજોડી તિવાસઞદ્ધનવમમા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૫૧૦