SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobaith.org Acharya Shri Kailassagarsuri Gyanmandit થક જ કલ્પસૂત્ર ભાષાંતર આપી રહ્યા છે. પ્રભુના ચરણકમલને સેવી રહેલા દેવોનો આ જયધ્વનિ સંભળાય છે. સ્વામીના દર્શનથી | સપ્તમ હર્ષ પામેલા દેવોનો આ સિંહનાદ સંભળાય છે”. ભરતનું એવું કથન સાંભળી પાણીના પ્રવાહથી જેમ કાદવ વ્યાખ્યાનમ્ ધોવાઈ જાય તેમ રોમાંચિત અંગવાળાં મરુદેવી માતાને આનન્દના અશ્રુઓ વડે નેત્રોમાં વસેલાં પડલ ધોવાઈ ગયાં, અને નિર્મલ નેત્રવાલાં થયેલાં મરુદેવા માતા પ્રભુની છત્ર-ચામરાદિક પ્રાતિહાર્યની લક્ષ્મી જોઈને વિચારવા લાગ્યા કે - “અહો મોહથી વિવલ બનેલા પ્રાણીઓને ધિક્કાર છે. સમગ્ર પ્રાણીઓ સ્વાર્થને માટે જ સ્નેહ કરે છે; કારણ કે - ઋષભના દુઃખથી રુદન કરતાં મારી આંખો પણ તેજહીન થઈ ગઈ, પણ આ ઋષભ તો સુર-અસુરોથી સેવાતો અને આવી અનુપમ સમૃદ્ધિ ભોગવતો હોવા છતાં પણ મને સુખવાર્તાનો સંદેશો પણ મોકલતો નથી!, માટે આ સ્નેહને ધિક્કાર છે”. એમ ભાવના ભાવતાં મરુદેવી માતાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે જ ક્ષણે આયુષ્યનો ક્ષય થવાથી તેઓ મુક્તિ પામ્યા. અહીં કવિ ઘટના કરે છે કે - “पुत्रो युगादीशसमो न विश्वे, भ्रान्त्वा क्षिती येन शरत्सहस्रम् । यदर्जितं केवलरत्नमग्रयं, स्नेहात् तदेवाऽऽlत मातुराशु ॥१॥" જગતમાં યુગાદીશ એટલે ઋષભદેવ સમાન પુત્ર નથી, કારણ કે -જેમણે એક હજાર વરસ સુધી પૃથ્વી ઉપર ભમી ભમીને જે કેવલજ્ઞાનરૂપી ઉત્તમ રત્ન મેળવ્યું હતું તે સ્નેહથી તુરત જ પ્રથમ પોતાની માતાને આપ્યું /લા” ૪૯૭ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy