________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સ્થાપના, શુદ્ધતા, 'પ્રેક્ષણ હસ્તકઅર્પણ , વિગેરે વ્યાપારમાં હું તત્પર રહું છું. તેથી હે ભગવન્! હું આવો સપ્તમ ઉત્તમ થઈને હવે દાતારના હાથ નીચે આવી હલકો કેમ થાઉં”. એમ કહીને જમણો હાથ મૌન રહ્યો, ત્યારે વ્યાખ્યાનમ્ પ્રભુએ ડાબા હાથને ભિક્ષા લેવા કહ્યું તેના જવાબમાં ડાબા હાથે કહ્યું કે - “હે પ્રભુ! હું રણસંગ્રામમાં સન્મુખ થનારો છું, અંક ગણવામાં તત્પર છું, અને ડાબે પડખે સૂવા વિગેરેમાં સહાય કરનાર છું, પણ આ જમણો હાથ તો જુગાર વિગેરેનો વ્યસની છે”. ત્યારે જમણા હાથે કહ્યું કે - “હું પવિત્ર છું, તું પવિત્ર નથી” ||રા "राज्यश्रीर्भवताऽर्जिताऽर्थिनिवहस्त्यागैः कृतार्थीकृत:, संतुष्टोऽपि गृहाण दानमधुना तन्वन् दयां दानिषु । इत्यब्दं प्रतिबोध्य हस्तयुगलं श्रेयांसत: कारयन्, प्रत्येप्रेक्षुरसेन पूर्णमृषभः पायात्स वा श्रीजिनः ॥३॥”
ત્યાર પછી પ્રભુએ બન્ને હાથને સમજાવ્યા કે – “તમો રાજયલક્ષ્મી ઉપાર્જન કરી, દાન દેવા વડે અર્થીના C સમૂહને કૃતાર્થ કર્યો, વળી તમે નિરંતર સંતુષ્ટ છો, તો પણ દાન દેનારા ઉપર દયા લાવીને હવે દાન ગ્રહણ કરો. એ પ્રમાણે પ્રભુએ એક વરસ સુધી બન્ને હાથને સમજાવીને શ્રેયાંસકુમાર પાસેથી મળેલા તાજા શેરડીના ર રસ વડે તેમને પૂર્ણ કર્યા; એવા શ્રી ઋષભદેવ પ્રભુ તમારું રક્ષણ કરો” Iiall
પછી તે રસથી પ્રભુએ સાંવત્સરિક તપનું પારણું કર્યું. તે વખતે વસ્ત્રની વૃષ્ટિ, સુગંધી જલ અને પુષ્પોની | ગીર વૃષ્ટિ, દેવદુંદુભિઓના નાદ, “અહો દાનમ્, અહો દાનમ્' એ પ્રમાણે આકાશમાં દેવોએ કરેલી ઉદ્ઘોષણા, એ ૧, હસ્તરેખા બતાવવી. ૨. હાથ દેવો, કોલ આપવો, વચન આપવું.
૪૯૧
For Private and Personal Use Only