________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
પ્રકાશમાન થયું”. વળી રાજાએ એવું સ્વપ્ન દેખ્યું હતું કે - “શત્રુના લશ્કર સાથે લડતો કોઈ મહાપુરુષ શ્રેયાંસની સહાયથી વિજય પામ્યો”.
સવારમાં રાજસભામાં એક્ઠા થયેલા તે ત્રણે જણાએ પોતપોતાનાં સ્વપ્ન પરસ્પર જણાવ્યાં, ત્યારે રાજાએ કહ્યું કે – “શ્રેયાંસને કોઈ પણ મહાન્ લાભ થશે” એમ નિર્ણય કરી સભા વિસર્જન કરી. શ્રેયાંસ પણ પોતાના મહેલમાં આવ્યો, અને ઝરૂખામાં બેઠો છતો ‘સ્વામી કાંઈ પણ લેતા નથી' એ પ્રમાણે મનુષ્યોનો કોલાહલ સાંભળીને તથા પ્રભુને દેખીને ‘મેં પહેલાં આવો વેષ કોઈ ઠેકાણે દેખ્યો હતો’ એમ ઈહાપોહ કરતો જાતિસ્મરણ પામ્યો. શ્રેયાંસકુમારે જાતિસ્મરણ જ્ઞાનથી જાણ્યું કે – “અહો ! પૂર્વવિદેહક્ષેત્રમાં આ ભગવંત વજ્રનાભ નામે ચક્રવર્તી હતા, તે વખતે હું તેમનો સારથિ હતો. તે જ ભવમાં સ્વામીના પિતા વજ્રસેન નામે હતા. તેમને મેં આવા તીર્થંકરના ચિહ્નવાળા જોયા હતા. વજ્રસેન તીર્થંકર પાસે વજ્રનાભ ચક્રવર્તીએ દીક્ષા લીધી, ત્યારે મેં પણ તેમની સાથે જ દીક્ષા લીધી હતી. તે વખતે તીર્થંકર શ્રીવજ્રસેનના મુખથી મેં સાંભળ્યું હતું કે - આ વજ્રનામ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થશે, તે જ આ પ્રભુ આજે સર્વ જગતનો અને મારો અનુગ્રહ કરવા પધાર્યા છે”. એમ વિચારે છે એવામાં એક મનુષ્ય ઉત્તમ શેરડીના રસથી સંપૂર્ણ ભરેલા ઘડાઓ હર્ષપૂર્વક શ્રેયાંસકુમારને ભેટ કર્યા. જાતિસ્મરણથી નિર્દોષ ભિક્ષા દેવાના વિધિને જાણનારા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૮૯