________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિ
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ.
निर्दम्भः सदयो दानी, दान्तो दक्षः सदा ऋजुः । मर्त्ययोने: समुद्भूतो, भविता च पुनस्तथा ॥५॥
જે નિષ્કપટ હોય, દયાલુ હોય, દાનવીર હોય, ઇંદ્રિયોને કાબૂમાં રાખનાર હોય, ડાહ્યો હોય, અને હંમેશાં સરલ સ્વભાવી હોય; તે માણસને મનુષ્ય જન્મમાંથી આવેલો જાણવો; અને પાછો પણ મનુષ્ય થવાનો જાણવો.
माया-लोभ-क्षुधा-ऽऽलस्य-बह्वाहारादिचेष्टितैः । तिर्यग्योनिसमुत्पत्तिं, ख्यापयत्यात्मनः पुमान् ॥६॥
કપટ, લોભ, સુધા, આલસ્ય અને ઘણો આહાર વિગેરે ચેષ્ટાથી પુરુષ પોતાની તિર્યંચ યોનિમાં ઉત્પત્તિ જણાવે છે.
सरागः स्वजनद्वेषी, दुर्भाषो मूर्खसगकृत् । शास्ति स्वस्य गता-ऽऽयातं, नरो नरकवर्त्मनि ॥७॥ - રાગવાલો, સ્વજનો પર દ્વેષ કરનારો, ખરાબ ભાષા બોલનારો, તથા મૂર્મનો સંગ કરનારો માણસ મા પોતાનું નરક-ગતિમાં ગમન અને નરકગતિમાંથી આવવું સૂચવે છે.
आवर्तो दक्षिणे भागे, दक्षिण: शुभकृद् नृणाम् । वामो वामेऽतिनिन्द्यः स्याद् दिगन्यत्वे तु मध्यमः ॥८॥
માણસોને જમણી બાજુએ જમણું આવર્ત શુભ કરનારું જાણવું, ડાબી બાજુએ ડાબું આવર્ત અતિ નિંદનીયઅશુભ કરનારું જાણવું, અને બીજી દિશાઓમાં મધ્યમ જાણવું.
૩૫
For Private and Personal Use Only