________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( A
HEL
RA
કલ્પસૂત્ર ભાષાંતર
જન્મ સફળ કરીએ; અને પછી છેવટની અવસ્થામાં આપણે બન્ને તપવિધિ આચરશુ” |રા આવાં વચનો જ સપ્તમ આ સાંભળી અને રથનેમિને જોઈ મહાસતી રાજીમતીએ તત્કાલ વસ્ત્રો વડે પોતાનું શરીર ઢાંકી દીધુ, અને વ્યાખ્યાનમ્ અદ્દભૂત વૈર્ય ધરીને બોલી કે -
“महानुभाव ! कोऽयं ते - ऽभिलाषो नरकाध्वन: ? । सर्वं सावद्यमुत्सृज्य, पुनर्वाञ्छन्न लज्जसे ? ॥१॥ अगन्धनकुले जाता-स्तिर्यञ्चो य भुजङ्गमाः । तेऽपि नो वान्तमिच्छन्ति, त्वं नीच: किं ततोऽप्यसि ? ॥२॥"
“હે મહાનુભાવ! નરકના માર્ગરૂપ આવો નીચ અભિલાષ તમે કેમ કરો છો? સર્વ સાવદ્ય ત્યજીને પાછા તેની વાંછા કરતા તમે શું શરમાતા નથી? ૧૫અરે ! અગંધન કુલમાં ઉત્પન્ન થયેલા સર્પો જે તિર્યંચ જાતિના છે, તેઓ પણ પ્રાણાંત થવા છતાં વમેલાને પાછું ઇચ્છતા નથી, તો શું તમે તે તિર્યચોથી પણ નીચ છો? I'રો તમે જાણો છો કે તમારા ભ્રાતાએ મને વમન કરી દીધેલી છે, છતાં મારો ઉપભોગ કરવાને ઇચ્છતાં તમોને કાંઈ વિચાર ન આવ્યો? રથનેમિ ! સમજો સમજો, મહા ભાગ્યયોગે મળેલા આ મુનિવ્રતનું ભાન ન ભૂલો”. ઇત્યાદિ વાક્યો વડે રાજીમતીએ પ્રતિબોધિત કરેલા મહામુનિ રથનેમિ પાછા શુભ ધ્યાનમાં સ્થિર થયા, અને શ્રી નેમિનાથ પ્રભુ પાસે પ્રાયશ્ચિત આલોચી તીવ્ર તપ તપી મોક્ષે ગયા.
રાજીમતી પણ વિશુદ્ધ ભાવથી દીક્ષા આરાધી અંતે મોક્ષશયા પર ચડ્યાં, અને ઘણા કાલથી પ્રાર્થિત
૪૪૯
For Private and Personal Use Only