________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
“निज्झरणनीरपाणं, अरण्णतणभक्खणं च वणवासो । अम्हाण निखराहाण, जीवियं रक्ख रक्ख पहो!" ॥३॥
હે સ્વામી ! અમે ઝરણાંનાં જળનું પાન કરીએ છીએ, જંગલના ઘાસનું ભક્ષણ કરીએ છીએ, અને વનમાં નિવાસ કરીએ છીએ; આવા નિરપરાધી એવા અમારા જીવિતનું હે પ્રભુ ! રક્ષણ કરો રક્ષણ કરો” all
એવી રીતે બધાં પશુઓએ પોતપોતાની ભાષા વડે પ્રભુને વિનંતી કરી, ત્યારે પ્રભુએ પશુરક્ષકોને કહ્યું કે - હે પશુરક્ષકો ! આ પશુઓને મુક્ત કરો મુક્ત કરો, હું વિવાહ કરીશ નહિ. પ્રભુની આજ્ઞાથી પશુરક્ષકોએ પશુઓને મુક્ત કર્યા અને સારથિએ પ્રભુનો રથ પાછો ફેરવ્યો. અહીં કવિ ઘટના કરે છે કે -
"हेतुरिन्दो: कलङ्के यो, विरहे रामसीतयोः । नेमे राजीमतीत्यागे, कुरङ्गः सत्यमेव सः" ॥१॥
“હે કુરંગ (હરણ) ચન્દ્રના કલંકને વિષે રામ અને સીતાના વિરહને વિષે, અને શ્રી નેમિનાથ ને રામતીના ત્યાગને વિષે હેતુભૂત થયો; તે કુરંગ એટલે ખોટો રંગ કરનાર એ સત્ય જ છે” ||૧||
આ વખતે નેમિકુમારને પાછા વળતા જોઈ સમુદ્રવિજય, શિવાદેવી, પ્રમુખ સ્વજનોએ તુરત રથને જતો અટકાવ્યો, અને શિવાદેવી માતા આંખમાં આંસુ લાવી કહેવા લાગ્યાં કે - “હે જનનીવલ્લભ વત્સ ! હું પ્રાર્થના કરું છું કે, તું કોઈ રીતે વિવાહ કરી મને વહુનું મુખ દેખાડ, હે પુત્ર ! મારી લાંબા વખતની ઇચ્છા પૂરી કર”. ત્યારે નેમિકુમાર બોલ્યા કે “હે માતાજી ! તમે એ આગ્રહ મૂકી ઘો, મારું મન મનુષ્ય સંબંધી
૪૩૮
For Private and Personal Use Only