________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
- યવાઃ૨૧ – યૂપર સ્તૂપ - કમણ્ડલૂન્ય વનિભૃત્ષ, સચ્ચામરો દર્પણ:૨૭ ||૧|| ઉક્ષા, પતાકાર૯, કમલાભિષેક:, સુદામ”, કેકી, ઘનપુણ્યભાજામ્ ॥”
અત્યંત પુણ્યશાલી જીવને-છત્ર, કમલ, ધનુષ્ય, રથ, વજ, કાચબો, અંકુશ, વાવ, સ્વસ્તિક, તોરણ, હ સરોવ૨, સિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કલશ, પ્રાસાદ, મત્સ્ય, જવ, યજ્ઞસ્તંભ, ચોતરો, કમંડલુ, પર્વત, ચામર, દર્પણ, બલદ, ધ્વજા, અભિષેક સહિત લક્ષ્મી, માલા તથા મો૨, એ બત્રીશ લક્ષણો હોય.
વળી પ્રકારાંતરે બત્રીશ લક્ષણો નીચે પ્રમાણે જાણવાં -
“વૃદ્ઘ મતિ સપ્તરવત્ત: ષડુન્નત પસૂક્ષ્મ-વીર્ઘશ્ય। ત્રિવિપુત-લઘુ-ગંમીરો, દ્વાત્રિંશાિળ: સ પુમા” શી જેના નખ, પગનાં તળીયાં, હથેલી, જીભ, ઓઠ, તાળવું અને આંખના ખૂણા, એ સાતે લાલ રંગના હોય. કાખનો ભાગ, હૃદય, ગરદન, નાક, નખ અને મુખ, એ છ ઉંચા હોય. દાંત, ચામડી, કેશ, આંગળીઓના વેઢા, અને નખ, એ પાંચે પાતળા હોય. આંખો, સ્તનની વચ્ચેનો ભાગ, નાક, હડપચી અને ભુજા, એ પાંચે દીર્ઘ હોય. કપાલ, છાતી અને મુખ એ ત્રણે પહોળા હોય. કંઠ, સાથલ અને પુરુષચિહ્ન એ ત્રણે નાનાં હોય. તથા જેને સત્ત્વ-પરાક્રમ, સ્વર અને નાભિ એ ત્રણે ગંભીર હોય; તે પુરુષ બત્રીશ લક્ષણો સમજવો.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વ્યાખ્યાનમ્
૩૩