________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખા શહેરને શણગારી સ્વર્ગ સમાન સુશોભિત બનાવી દીધું. લગ્નને દિવસે શ્રીનેમિકુમારને ઉગ્રસેનને ઘેર લઈ જવાને તૈયાર કર્યા. ઉત્તમ શ્રૃંગાર યુક્ત બનેલા પ્રભુ શ્વેત અશ્વવાળા રથ ઉપર આરૂઢ થયા, પ્રભુને મસ્તકે ઉત્તમ છત્ર ધર્યું, બન્ને પડખે ચામરો વીંજાવા લાગ્યા, અશ્વોના હણહણાટથી દિશાઓને ગજાવી રહેલા કુમારો પ્રભુની આગળ ચાલ્યા, બન્ને પડખે રાજાઓ હાથી ઉપર બેસી ચાલવા લાગ્યા, પછવાડે સમુદ્રવિજયાદિ ઘ દશાર્ણો, કૃષ્ણ, બલભદ્ર વિગેરે પરિવાર ચાલ્યો, અને ત્યાર બાદ મહા મૂલ્યવાળી પાલખીઓમાં બેસીને શિવાદેવીમાતા, સત્યભામા વિગેરે અંતઃપુરની સ્ત્રીઓ તથા બીજી સ્ત્રીઓ મંગલગીત ગાતી ગાતી ચાલી. આવી રીતે મોટી સમૃદ્ધિ યુક્ત બનેલા શ્રી નેમિકુમારે આગળ ચાલતા સારથિને પૂછ્યું કે - ‘મંગલના સમૂહથી વ્યાપ્ત આ સફેદ મહેલ કોનો છે ?' ત્યારે આંગળીના અગ્રભાગ વડે દેખાડતા સારથિએ કહ્યું કે – “હે સ્વામી ! કૈલાસના શિખર જેવો સફેદ આ આલેશાન મહેલ આપના સસરા ઉગ્રસેન રાજાનો છે, અને આપની સ્ત્રી રાજીમતીની આ ચન્દ્રાનના તથા મૃગલોચના નામની સખીઓ પરસ્પર વાતચીત કરી રહી છે”. તે વખતે શ્રીનેમિકુમારને જોઈ મૃગલોચનાએ ચન્દ્રાનનાને કહ્યું કે - “હે ચન્દ્રાનના ! સ્ત્રીવર્ગમાં એક રાજીમતી જ પ્રશંસા યોગ્ય છે, કે જેણીનો હાથ આવો સુન્દર વર ગ્રહણ કરશે”. ત્યારે ચન્દ્રાનના મૃગલોચનાને કહેવા લાગી કે – “હે સખી ! વિજ્ઞાનને વિષે ચતુર એવો વિધાતા આવા અદ્ભૂત રૂપથી મનોહર એવી
રાજીમતિને બનાવીને જો આવા ઉત્તમ વરની સાથે તેણીનો મેળાપ ન કરાવે તો તે શી પ્રતિષ્ઠા પામે ?’’
For Private and Personal Use Only
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૩૪