SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Iિ કલ્પસૂત્ર ભાષાંતર સપ્તમ વ્યાખ્યાનમુ. ત્યાર પછી સત્યભામા બોલી કે – “ઋષભદેવ વિગેરે તીર્થકરોએ વિવાહ કર્યો હતો, રાજ્ય અમલ ચલાવ્યો હતો, વિષયો ભોગવ્યા હતા, તેમને ઘણા પુત્રો થયા હતા, અને તેઓ છેવટે મોક્ષે પણ ગયા છે; [ પણ તમે તો આજ કોઈ નવા મોક્ષગામી થયા છો ! હે અરિષ્ટનેમિ! ખૂબ વિચાર કરો, હે દિયર ! મનોહર ગૃહસ્થપણાને જાણો, અને લગ્ન કરી બાંધવોનાં મનને સ્વસ્થ કરો. તમે યોગ્ય સમયે ઇચ્છાનુસાર ખુશીથી બ્રહ્મચર્ય પાળજો, પણ અત્યારે અપ્રતિમ રૂપલાવણ્યથી ખીલી ઉઠેલા આ તમારા નવયૌવનને અરણ્યના પુષ્પની જેમ નિષ્ફળ ન ગુમાવો”. જાંબુવતીએ કહ્યું કે – “હે કુમાર ! સાંભળો; અને અમારા કથનને ધ્યાનમાં લ્યો. પહેલાં તમારા જ વંશમાં વિભૂષણ સમાન એવા મુનિસુવ્રત નામના તીર્થંકર થઈ ગયા છે, તેઓ પણ ગૃહસ્થવાસમાં રહી પુત્ર ઉત્પન્ન થયા પછી મોક્ષે ગયા છે. માટે તે દિયર ! તમે પણ વિવાહ કરો, અને ગૃહસ્થવાસ ભોગવ્યા પછી ઇચ્છા મુજબ કરજો”. પદ્માવતીએ કહ્યું કે - “ખરેખર આ જગતમાં સ્ત્રી વગરના પુરુષની કાંઈ શોભા નથી, અરે ! વાંઢા પુરુષનો કોઈ વિશ્વાસ પણ કરતું નથી, સ્ત્રી વિનાનો પુરુષ ધૂર્ત ગણાય છે; માટે દિયર ! કાંઈ સમજો, અને લગ્ન કરવાની અનુમતિ આપો”. ગાંધારી બોલી કે – “હે કુમાર ! ઘેર પધારેલાં સગાં-સંબંધીઓની પરોણાગાત, ઉત્તમ માણસોનો ૪૩૧ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy